આ ધન ધનાધન ઓફર પણ સમર સરપ્રાઇઝ ઓફર જેવી હોવાથી બંધ થવાની આશંકા
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાય) ના સુચનથી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ તેની સમર સરસાઇઝ ઓફર પાછી ખેંચી લીધી છે. પરંતુ આ ઓફરથી વંચિત રહેલા ગ્રાહકોએ નાખુશ થવાની જરુર નથી કારણ કે જીઓએ તેની નવી ધન ધના ધન ઓફર લોન્ચ કરીછે.
જીઓની આ ધન ધના ધન ઓફર સમર સરપ્રાઇઝ ઓફર જેવી જ છે. આ ઓફરનો લાભ માત્ર એવા લોકો જ લઇ શકશે જેણે સમર સરપ્રાઇઝ ઓફરને સબસ્ફાઇલ કરી નથી. પરંતુ હા આ ઓફર એવા લોકો માટે પણ છે જેમણે હજુ જીઓ પ્રાઇમ મેમ્બરશીપ લીધી નથી.
આ ધન ધના ધન ઓફરમાં મુખ્યત્વે બે પૈક છે. એક ‚ા ૩૦૯ નું પેક છે. જયારે બીજું ‚ા ૫૦૯ નું છે. બંને પેકની વેલીડીટી ૮૪ દીવસની છે.
૩૦૯ ‚પિયા વાળા પ્લાનમાં અનલીમીટેડ કોલીંગની સાથે દરરોજ ૧ જીબી ડેટા મળશે.
૫૦૯ ‚પિયાવાળા પ્લાનમાં પણ કોલીંગ અનલીમીટેડ પરંતુ આ સાથે ગ્રાહકને દરરોજ ર જીબી ડેટા મળશે.
જે ગ્રાહકોએ ૯૯ ‚પિયાની મેમ્બરશીપ લીધી છે તેઓ આ પ્લાન સબસ્ફાઇલ કરાવી શકે છે. આ ઓફર સમર સરપ્રાઇઝ ઓફર જેવી જ છે. આથી આશંકા છે કે શું જીયોની આ નવી ધન ધના ધન ઓફર પણ બંધ થઇ જશે ?
ઉલ્લેખનીય છે કે સમર સરપ્રાઇઝ ઓફર પાછી ખેંચવાના ટ્રાયના સુચતથી જીઓએ ઓફર પાછી ખેંચી લીધી હતી પરંતુ ટ્રાયના સુચન બાદ પણ તેણે બે દિવસ સુધી ચાલુ રાખી હતી. આમા વોડાફોન ઇન્ડીયાએ જીયો ઉપર ટેલીકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડીયા (ટ્રાય) ના સુચનને નજર અંદાજ કરવાનો આક્ષેપ મુકયો છે.