લાખો શ્રધ્ધાળુઓનું ઉંઝા ભણી પ્રસ્થાન; કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉદઘાટન સમારોહ; સમસ્ત કડવા પાટીદારો, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો મહોત્સવને ચાર ચાંદ લગાવશે

કડવા પાટીદારોના કુળદેવી માં ઉમાના ધામ ઉંઝા ખાતે કાલથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થનાર છે. મહોત્સવનો લ્હાવો લેવા દેશ-વિદેશમાંથી કડવા પાટીદારોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની એક એક ક્ષણ માણવા ભકતો થનગની રહ્યા છે. આવા મહોત્સવની જે આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે લક્ષચંડી મહાયજ્ઞનો કાલથી ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે.

ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહાયજ્ઞ માટે ઘણા મહિનાઓથી તૈયારીઓ ચાલતી હતી ઉત્સવમાં કોઈ અડચણ ન આવે તે માટે બારીકાઈથી દરેકે દરેક વસ્તુ, કાર્યક્રમ માટે જીણવટભર્યું આયોજન કરાયું છે.

IMG 20191217 WA0004

હજારો કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. મહોત્સવના મંગલ પ્રારંભ આડે હવે માત્ર ૨૪ કલાકનો ગાળો રહ્યો છે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.કાલથી પાંચ દિવસીય મહોત્સવમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે અને માંઉમાના ચરણે શીશ ઝુકાવશે

સમસ્ત સમાજ ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સંતો મહંતો, વકતાઓ રાજકીય સામાજીક આગેવાનો ઉમિયાનગરમા ઉમટી પડશે.કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સાંજે ૫ કલાકે ઉદઘાટન સમારોહ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવશે. રાત્રે ૮ કલાકે સચિન-જીગરની લાઈવ ક્ધસર્ટ અને મલ્ટિ મીડીયા શો યોજાશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, આર.સી. ફળદુ, કૌશિકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા વગેરે કાર્યક્રમને ચાર ચાંદ લગાડશે.

ભોજન શાળામાં તૈયાર થતો માઁ ઉમાનો ભોજન પ્રસાદ

IMG 20191217 WA0003

માં ઉમાના ધામ ઉંઝામાં મહોત્સવા પડધમ વાગવા લાગ્યા છે. દરેક કમીટીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે અન્નપૂર્ણા (ભોજનશાળા)માં પણ માં નો પ્રસાદ તૈયાર થવા લાગ્યો છે. તસ્વીરમાં લાડવાની અનેક ચોકીઓ દ્રશ્યમાન થઈ રહી છે. મહોત્સવમાં આવનાર દરેક શ્રધ્ધાળુને ભોજન પ્રસાદ પીરસાશે. આવનાર ભકતો માટે વિપુલ જથ્થામાં મીષ્ટ અને સ્વાદિષ્ટ રસોઈ બનશે. લાખો શ્રધ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ બનાવવા ૨૪ કલાક રસોડુ ધમધમશે.

મહોત્સવની વિશેષતાઓ

* ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં માં ઉમિયા નગરનું નિર્માણ

* ૧૦૮ યજ્ઞકુંડ સાથેની ૮૧ ફૂટ ઉંચી યજ્ઞ શાળા

* ૧ લાખ ચોરસ ફૂટથી વધુના ક્ષેત્રફળમાં ૩૫૦૦ માણસો પૂજા વિધિમાં બેસી શકે તેવી વ્યવસથા

* હેલીકોપ્ટરથી ભાવિકો દ્વારા માં ઉમિયા પર પુષ્પવર્ષા

* ૭ લાખ ચોરસ ફૂટમાં યોજાશે ભવ્ય પ્રદર્શન

* દર્શનાર્થીઓ માટે પરિક્રમા માર્ગ અને સ્ટેડિયમ જેવા પેવેલીયન સીટીંગની વ્યવસથા

* વિશ્ર્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત એકસ્પર્ટ દ્વારા માર્ગદર્શન માટે થયું જ્ઞાન કુટીર અને વેપાર ચોરાનું આયોજન

* શિક્ષણ, કેરીયર, ગાઈડનસ, રોજગાર જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા સેમીનાર

ધર્મોત્સવમાં આજના કાર્યક્રમ

પ્રાયશ્ચિત વિધિ (સવારે)

બિયારણ ભરેલ ફુગ્ગા કરશે ગગન વિહાર (બપોરે)

વિવિધ કમિટીઓ નો આખરી-ઓપ

બપોરે ૨.૦૦ કલાકે પાઠશાળા એ થી યજ્ઞશાળા સુધી અખંડ જ્યોત યાત્રા…

ત્યારબાદ યજ્ઞશાળા એ મંડપ પ્રવેશ પૂજા વિધિ..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.