કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી છેલ્લા બે માસથી સોશિયલ મિડીયાના ફેસબુક પેઈજ ઉપર ધૂમ મચાવી રહી છે. અબતકના પેઈજ ઉપર પણ દેશ-વિદેશનાંખૂણે-ખૂણેથી કલા રસિકો જોડાય રહ્યા છે. હાલ આ શ્રેણીની એકેડેમીક શ્રેણી ચાલી રહી છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો લાઈવ આવીને વિવિધ વિષયો પર પોતાના વિચારો અને અનુભવો શેર કરી રહ્યા છે તો સાથોસાથ દર્શકોના વિવિધ પ્રશ્ર્નોના જવાબો પણ આપે છે. ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઈકાલે લેખક, દિગ્દર્શક ભરત યાજ્ઞિક આવ્યા હતા.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
‘અબતક’ના સોશિયલ મિડીયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
’મારી રંગ યાત્રા’ એ વિષય પર વાતની શરૂઆત કરતા પહેલા ભરતભાઈએ જણાવ્યું કે મારી કર્મભૂમિ મુંબઈ રહી છે, માતા પિતા બન્ને હિન્દી થિયેટર કરતા, અને પપ્પાએ નાટકોમાં પરિપૂર્ણતા મેળવવા પૃથ્વીરાજ કપૂરના “પૃથ્વી થિયેટર” માં પ્રવેશ મેળવ્યો. 1949 માં કાયમને માટે સૌરાષ્ટ્ર આવવું પડ્યું અને અહીં સરકારી નોકરી સ્વીકારી.સ્વતંત્રતા બાદ સૌરાષ્ટ્રમાં નવી રંગભૂમિ નહોતી આવી ત્યારે 1947 માં રાજકોટમાં સૌ પ્રથમ “સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નાટય સંસ્થાની” શરૂઆત થઈ. અને એ સમયના તમામ મોટા કલાકારો રાજકોટ આવતા હતા. પિતાએ કલાનિકેતન રાજકોટ નાટય સંસ્થાની શરૂઆત કરી. જેમાં મેં પ્રવેશ કર્યો અને સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં મોટી હસ્તીઓનાં પ્રભાવમાં હું ઘડાયો. મુંબઈથી પ્રથમ વાર ત્રણ નાટક લઈ વિષ્ણુ કુમાર વ્યાસ રાજકોટ આવ્યા. હતા.
ગુજરાત સંગીત નાટક અકાદમી માં તૈયાર થઈ પિતાએ સર્વ પ્રથમ મને નાટક કરવા આપ્યું પ્રાગજી ડોસાનું ’છોરું કછોરું થાય’ જેમાં હું તારા દિગ્દર્શનમાં કામ કરવા તૈયાર છું. ચંદ્રવદન મહેતા અને જશવંત ઠાકર આ બે વ્યક્તિનો મારા પર પ્રભાવ રહ્યો છે. ચ.ચી ની વાતો ક્યારેક અકલ્પ્ય લાગતી ત્યારે વિચારતા કે ’કલ્પના હશે તો કલ્પના હશે, જોં ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે. ભરત ભાઈએ ઘણી જ સરસ માહિતી પીરસી અને જણાવ્યું કે ગાંધીજી કહેતા ’ગંભીરતા વિનાનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને નકામાં છે.’ સાચી વાત આ સિવાય યાજ્ઞિક એમને લાઈવ જોતા સાંભળતા પ્રેક્ષકો, અને ફેન્સ ના પ્રશ્નો જેવા કે રંગભૂમિની પ્રગતિ કેમ થાય? ગામડામાં રંગભૂમિનો વિકાસ શક્ય છે? બાળકોને રંગભૂમિ તરફ કેમ વાળવા? આ સિવાય ઘણાં જ જાણવા લાયક પ્રશ્નોના સહજ ભાવે જવાબ આપ્યા. જે દરેક રંગકર્મી એ સાંભળવા જોઈએ. પણ એના માટે કોકોનટ થિયેટરના ફેસબુક પેજને લાઈક અને ફોલો કરવું પડે.
આવનારી યુવાપેઢીના લેખક, કલાકાર, દિગ્દર્શક અને રંગમંચ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ ભરત ભાઈની વાતો સાંભળવા જેવી છે. જેમાંથી ખરેખર કંઈક સારું શીખવા અને જાણવા મળશે. જેને આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં રસ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં યઝદી કરંજીયા, જયશ્રી પરીખ, ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. જેને માટે કોકોનટ થિયેટર અબતકનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરી આપના મનગમતા કલાકારોને લાઈવ મળી શકો છો.
આજે વિખ્યાત લેખક-કલાકાર ભીમ વાકાણી
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ની એકેડેમીક સેશનમાં જાણિતા લેખક-દિગ્દર્શક-કલાકાર અને નિર્માતા ભીમ વાકાણી આજે સાંજે 6 વાગે લાઈવ આવશે. આજનો તેમનો વિષય ‘નસ-નસમાં નાટક અને ‘રગ-રગમાં રંગ મંચ’ છે. આ કલાકારને તેમના ઉમદા યોગદાન માટે ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ મળેલ છે. તેમના નાટ્ય લેખન અને દિગ્દર્શન સાથે નિર્માણ કાર્યો થકી ઘણા નાટકો સફળ થયા છે. રંગભૂમિ ક્ષેત્રે ગુજરાતના કલાકારોનું ઘણું યોગદાન છે. તેમના આવા લાઈવ સેશનથી યુવા કલાકારોને ઘણુ જાણવા મળે છે.