અક્ષયકુમારે તેની ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કહાનીનું પ્રમોશન કરતી વખતે લોકોનું ધ્યાન ખેંચવા માટે ટોઇલેટ જેવી સીટ પર બેસવાનું પ્રિફર કર્યું હતું. એ બાબત લોકોનું ધ્યાન ખેંચે એવી તો હતી જ સાથે એક વાર તેણે પહેરેલાં ફ્લાવરની પ્રિન્ટવાળાં લોફર શૂઝ પણ વધુ ધ્યાનાકર્ષક હતાં. કેઝ્યુઅલ વેઅર સાથે પહેરાતાં લોફર્સ ફોર્મલ વેઅર સાથે પણ ઘણા સમયથી પહેરાય છે એટલું જ નહીં, એમાં હવે ઘણી વિવિધતા પણ આવી ગઈ છે. માત્ર ફેશન જ નહીં, કમ્ફર્ટ ઝોનને લઈને જ આ શૂઝ વધુ ટ્રેન્ડમાં રહ્યાં છે.
કૂલ શૂઝ
ટ્રેડિશનલ શૂઝ કરતાં ઓછાં બલ્કી અને લાઇટ-વેઇટ એવાં લોફર્સ કમ્ફર્ટ-લેવલમાં સ્નીકર્સની વધુ નજીક છે એટલું જ નહીં, લેસ વિનાનાં હોવાના કારણે એ પહેરવાં સહેલાં પડે છે. ઉપરાંત ઉનાળો હોય તો સોક્સ વિના પહેરી શકાય અને વાતાવરણ ઠંડું હોય ત્યારે મોજાં પહેરીને પણ પહેરી શકાય છે. આ શૂઝ કેટલાં વર્સેટાઇલ છે એની વાત કરતાં ખાર (વેસ્ટ)માં આવેલા ઓરાયોઝ સ્ટુડિયોના ફેશન-સ્ટાઇલિસ્ટ મેહુલ શ્રીમાંકર કહે છે, લોફર્સ એવાં શૂઝ છે જેને તમે જીન્સ, કાર્ગો, ચિનોઝ જેવાં કેઝ્યુઅલ વેઅર જ નહીં; જેકેટ અને સૂટ સાથે પણ પહેરી શકો છો. એની આ વર્સેટાલિટી અને કમ્ફર્ટ-લેવલના કારણે જ એ છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડમાં રહ્યાં છે. ઉપરાંત ટ્રાવેલિંગ દરમ્યાન કે ડેઇલી લાઇફમાં પણ પહેરવાં અને કાઢવાં બહુ ઈઝી હોવાથી મેન્સમાં આ શૂઝ વધુ ચાલે છે.
પ્રકાર
લોફર્સ મુખ્ય ચાર પ્રકારનાં હોય છે અને એ લેધર ઉપરાંત કેન્વસના મટીરિયલમાંથી બનેલાં હોય છે. અગાઉ લોફર્સમાં માત્ર બ્રાઉન અને બ્લેક કલર જ હતા; પણ અત્યારે કલર, પેટર્ન અને સ્ટાઇલમાં ભરપૂર વરાઇટી આવી ગઈ છે. લેધર અને કેન્વસ બન્ને મટીરિયલમાં પ્રિન્ટવાલૃળાં લોફર્સ પણ હોય છે અને એને ખાસ કરીને ફેશન-આઇક્ધસ પ્રિફર કરે છે એવું મેહુલ શ્રીમાંકરનું કહેવું છે.
- ૧. પેની લોફર્સ : મોસ્ટ ક્લાસિક એવાં આ લોફર્સના ઉપરના આખા ભાગમાં સ્ટ્રિપ હોય છે, જેમાં નાનું બકલ અથવા કોઇન લગાવેલા હોય છે. ભારતમાં આ લોફર્સ સૌથી વધુ લોકપ્રિય છે.
- ૨. ટેસલ લોફર્સ : આ લોફર્સમાં થોડોક એક્સપરિમેન્ટ છે, જેની આગળનો ભાગ જરા વધુ રાઉન્ડ હોય છે.
- ૩. હોર્સ બીટ લોફર્સ: આ પ્રકારનાં લોફર્સ પર ગોલ્ડન બ્રાસની હોર્સની ખરી જેવું બકલ હોય છે, આમાં ખાસ કરીને બ્રાઉન અને બ્લેક કલર વધુ હોય છે.
- ૪. બેલ્જિઅન લોફર્સ: આ શૂઝનો સોલ બહુ સોફટ હોય છે અને ટોપ પર નાનકડી બો હોય છે.
આ ઉપરાંત લોફર્સમાં ઘણાબધા એક્સપરિમેન્ટ થયા છે, જેમાં આગળથી અણીવાળાં પણ હોય છે. પ્રિન્ટમાં ઝીબ્રા પ્રિન્ટ પણ ચાલે છે. ફ્લાવર પ્રિન્ટવાળાં અક્ષયકુમારે પહેયાર઼્ હતાં. કલર્સમાં પણ ઘણી વરાઇટી છે. સામાન્ય રીતે ટક્સીડો સાથે લોફર્સ યુઝ નથી થતાં, પણ ફેશન ફ્રીક લોકો કોઈ પણ આઉટફિટ સાથે લોફર્સ પહેરે છે એમ જણાવતાં મેહુલ કહે છે, વર્સેટિલિટી અને કમ્ફર્ટના કારણે જ મેન્સમાં લોફર્સ સૌથી વધુ પોપ્યુલર છે.