લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર દહીંથરા સહિત ના ખેડૂતો પશુપાલકો એ પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયા ને આવેદન પત્ર પાઠવી પાક વીમો ચૂકવવા અને ઘાસચારો પાણી સહિત ની વ્યવસ્થા કરવા ની માંગ કરાય હતી.
લાઠી પ્રાંત કચેરી ખાતે દહીંથરા ના સરપંચ બટુકભાઈ રાઠોડ ની આગેવાની માં મેથલી કાચરડી નાનારાજકોટ પીપળવા સહિત ના ખેડૂત અને પશુપાલકો એ વિશાળ સંખ્યામાં સરકારને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી વીજ બિલ માફ કરવા પાણી અને ઘાસચારા ની વ્યવસ્થા ઉપરાંત પાકવીમો ત્વરિત ચૂકવી આપો ની માંગ કરતી.
રેલી રૂપે દહીંથરા ના સરપંચ ની આગેવાની માં પ્રથમ તાલુકા પંચાયત કચેરી એ તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયા ને સાથે રાખી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી.