રેવન્યુ વિભાગના સ્પષ્ટ અને અલગ જોબ ચાર્ટ તાત્કાલીક જાહેર કરવા માંગ કરતા જનકભાઈ તળાવીયા
પંચાયતના ૩૨ નમૂના રેવન્યુના ૧૪ નમૂના નિભાવતા પંચાયત તલાટી કમ મંત્રી. રેવન્યુ તલાટીની સમ કક્ષ તથા સમાન પરીક્ષા પદ્ધિતી નિમણૂક પામેલા અને બહોળી કામગીરી કરતા હોવા છતાં પંચાયત તલાટી કમ મંત્રીઓને રેવન્યુ તલાટીની જેમ પ્રમોશનની તકો મળતી નથી અને રાજ્ય સરકાર દ્વારા એકને ગોળને એકને ખોળની નીતિ સામે એડી ચોટીના જોરી પંચાયત તલાટી પોતાના હકની લડાઈ લડવા સંગઠિત થઈને અચોક્ક્સ મુદ્દની હડતાળ પર બેઠા છે. વારંવાર સરકારને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નો તેમજ વ્યાજબી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવાતા ક-મને અચોક્ક્સ મુદ્દતની હડતાળમાં જોડાવાની ફરજ પડી છે
તલાટી મંત્રીઓની વ્યાજબી માંગણીને સરકારના કાન સુધી પહોંચાડવાની તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયાએ ખાત્રી આપી અને હડતાળને સંપૂર્ણ સર્મન પણ આપ્યું હતું. નીતિ વિષયક બાબતોના ઉકેલ માટે સરકારની ઉદાસીનતા અને પ્રજા પ્રત્યે સંવેદન હિનતા બતાવે છે. તો સરકારે નીતિ વિષયક બાબતોનો તાત્કાલિક નિરાકરણ લાવી પંચયાત તલાટી મંત્રીના પ્રશ્નોનો સત્વરે પોઝીટીવ નિકાલ લાવી પંચાયત અને રેવન્યુ વિભાગના સ્પષ્ટ અને અલગ જોબ ચાર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ કરતા જનકભાઈ તળાવીયા નજરે પડે.