Abtak Media Google News

કવિ કલાપીની પંકિત જયા જયા નજર મારી ઠરે થી વિપરીત સ્થિતિ

લાઠી નગર ની સિકલ બદલી દેનાર ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ ધોળકિયા ના આર્થિક સહયોગ થી શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરતા અનેકો સંકુલ પૈકી ભવાની ગાર્ડન ની દુર્દશા થી દિલ દ્રવી ઉઠે કોઈ પણ સ્વાર્થ વગર શહેર ના બુનિયાદી વિકાસ માં સિંહ ફાળો આપી સરકાર ને ઉજળી કરી દેનાર દાતા તો દાન દઈ અલિપ્ત બને છે દીધેલા દાન ઉપર તેનો કોઈ હક્ક અધિકાર રહેતો નથી દાન સ્વીકાર નાર ની જવાબદારી શરૂ થઈ જાય છે ભવાની ગાર્ડન ની બેનમૂન ભેટ માટે લાખો રૂપિયા ખર્ચ કરી શહેર ની સિકલ બદલી દેનાર મનજીભાઈ ધોળકિયા નું મન નહિ મુંજાતું હોય ? આવી અવદશા માટે આટલો ખર્ચ કર્યો છે ?

સ્થાનિક વહીવટી તંત્ર એ ભવાની ગાર્ડન જે હેતુ માટે બનાવ્યું તે હેતુ સરે છે કે નહીં તે જોવા ની જવાબદારી નથી ? લાઠી શહેર ના વડીલો માટે આશીર્વાદ રૂપ બનવાના ઉદ્દેશ થી શહેર ની મધ્યમ માં બનાવેલ ભવાની ગાર્ડન ની અંદર પ્રવેશ કરતા દિલ દ્રવી ઉઠે તેવી અવ્યવસ્થા તૂટેલ બાંકડા લટકતા જુલા ચુકાયેલ ફૂલ છોડ ઝાડ સફાઈ નો અભાવ બગીચા ને બદલે ડમ્પીગ સાઈડ હોય તેવી હાલત કેમ ? સ્થાનિક પાલિકા કે વહીવટી તંત્ર શુ કરે છે ?

લાઠી ના મૃદુહદય ના રાજવી કવિ કલાપી ની એક (પંક્તિ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની) થી તદ્દન ઊલટું ચિત્ર દેખાઈ આવે છે પાલિકા શાસકો ની ધોર બેદરકારી એ શહેર ની શોભા માં અભીવૃદ્ધિ કરતા ભવાની ગાર્ડન ની આવી અવદશા માટે સ્થાનિક પાલિકા તંત્ર ની કોઈ જવાબદારી ખરી કે નહીં ? લાઠી શહેર  આરોગ્ય શિક્ષણ જળ બાગ બગીચા કે આર્થિક પછાત પરિવારો ની વ્હારે આવતા ભવાની જેમ્સ ના મોભી ભામાશા મનજીભાઈ ધોળકિયા નું પણ મુંજાય તેવી સ્થાનિક તંત્ર તરફ થી નાલેશિ કેમ ?  આ બગીચા ની જતન જાળવણી દેખરેખ કરી ભવાની ગાર્ડન ને ખરા રૂપે ગાર્ડન બનાવો તેવી શહેરીજનો માં બુલંદ માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.