દામનગર પાલિકાના ચીફ ઓફીસરની સતત ગેરહાજરી સામે અધિકારીઓ આકરા પાણીએ
લાઠી પ્રાંત કચેરી ખાતે લાઠી બાબરા તાલુકા સંકલન ની નાયબ કલેકટર ટાંક ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક માં પ્રાંત અધિકારી ટાંક અને તાલુકા મામલતદાર ગઢવી સાહેબ નો દામનગર પાલિકા ની વધતી ફરિયાદો સામે આકરા પાણીએ થઈ કડક વલણ અપનાવ્યું હતુ.
ધારાસભ્ય ઠુંમરે તાલુકા સંકલન માં ગરીબો ને મફત પ્લોટ અન્ન પુરવઠો અને ખેડૂતો ને વીજળી સહિત દામનગર શહેર ના ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તે માટે માંગ સામે પ્રાંત અધિકારી એ રેલવે તંત્ર ને હાજર રહી ટુક સમય માં પ્રશ્ન ઉકેલો નો આદેશ લાઠી બાબરા તાલુકા સંકલન માં લાઠી તાલુકા મામલતદાર ગઢવી બાબરા તાલુકા મામલતદાર રેવર લાઠી અને બાબરા ના તાલુકા વિકાસ અધિકારી રેવન્યુ મામલતદાર વી જે ડેર સિરસ્તેદર વીરાણી સહિત તાલુકા ના તમામ સરકારી કચેરી ઓના પ્રતિનિધિ કર્મચારી ઓની ઉપસ્થતી માં ધારાસભ્ય ઠુંમરે સમસ્યા ના ઝડપી ઉકેલ માટે વીજળી અન્ન પુરવઠા ગરીબો ને મફત પ્લોટ જેવી અનેક મહત્વ ની માંગો રજૂ કરી હતી અને દામનગર પાલિકા ના સતત ગેરહાજર ચીફ ઓફિસર ની નોંધ લઈ વધતી જતી સમસ્યા અણધણ વહીવટ સામે તાલુકા સંકલન માં ઈજનેર ને ઉધડો લેતા પ્રાંત અધિકારી ટાંક સાહેબ અને તાલુકા મામલતદાર ગઢવી સાહેબે દામનગર પાલિકા ના ઈજનેર ને સંકલન માં સતત ઉભા રાખી આકરા મિજાજ સાથે વોરનીગ આપી ચીફ ઓફિસર ક્યાં ? આટલી બધી સમસ્યા માટે તંત્ર શુ કરે છે ? હકારાત્મક વલણ સાથે સમસ્યા ઉકેલો નો આદેશ આપતા પ્રાંત અધિકારી ટાંક અને તાલુકા મામલતદાર ગઢવી સમગ્ર વહીવટી તંત્ર સ્થાનિક કક્ષા એ પોતા ની ફરજ હકારાત્મકતા બજાવે નાના માં નાની સમસ્યા ઉપર ધ્યાન આપે ની તાકીદ કરાય હતી.