યુવા વર્ગ માટે લાઇટવેઇટ, એન્ટીક ગોલ્ડ, રોઝ ગોલ્ડ, પોલ્કી, કુંદનમાં જવેલરી ઉ૫લબ્ધ: ડોકીયા, બ્રેસ્લેટ, વીંટીની ખરીદી કરતા ગ્રાહકો
ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટામાં મોટો તહેવાર એટલે દિવાળી ત્યારે પાંચ દિવસના સૌથી મોટા તહેવારમાં આજે ધનતેરસ છે. આજે સોના ચાંદીના ધરેણાની કરતી વખતે મુહર્ત જોવામાં આવતું નથી. ત્યારે શહેરના માયાણી ચોક પાસે આવેલ તુલજા જવેલર્સના ધનતેરસના શુભ દિને લોકો સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે. તુલજા જવેલર્સમાં દિવાળી તથા વેડીંગને લઇને અવનવું કલેકટર ઉપલબ્ધ છે. અને લોકો ખરીદી કરી રહ્યા છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તુલજા જવેલર્સના કિર્તિભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે અમે રાજકોટમાં છેલ્લા ૩પ વર્ષથી જવેલર્સની શોપ છે. દિવાળી તહેવારનું આપણે ત્યાં મહત્વ રહ્યું છે. ત્યારે આજે ધનતેરસને લઇ લાઇટ વેઇટ જવેલરીમાં અવનવું કલેકશન તથા વેડીંગ માટે એન્ટીક ગોલ્ડ જવેલરી રોઝ વોલ્ડ પોલકી કુંદનમાં જવેલરી ઉપલબ્ધ છે. યુવા વર્ગને લાઇટવેઇટ જવેલરી વધુ પસંદ આવે છે તેથી અમારી પાસે રોઝ ગોલ્ડમાં ઇન્ડો વેસ્ટર્ન, વેસ્ટર્ન બધી જ વેરાવટી ઉપલબ્ધ છે. જેમાં ડોકીયા, વીટી, બ્રેસ્લેટ વગેરે ધનતેરસને લઇને અમારે ત્યાં ખરીદી કરવા ગ્રાહકો ખુબ જ આવેે સોના-ચાંદીની નાની મોટી કરે છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તુલજા જવેલર્સના નલીનભાઇ પાટડીયાએ જણાવ્યું હતું કે અમારી પરંપરાગત પેઢી છે. અત્યારે અમારી આઠમી પેઢી આ જવેલર્સના બિઝનેસ સાથે સંકળાયેલી છે. ત્યારે રાજકોટમાં પાત્રીસ વર્ષથી તુલજા જવેલર્સના નામે જવેલરીની શોપ છે.
અમારે ત્યાં અવનવી ડિઝાઇનનું કલેકશન ઉપલબ્ધ છે ત્યારે અત્યારે યુવા વર્ગના લોકો લાઇટ વેઇટ જવેલરી લેવાનું વધુ પસંદ કરે છે તેથી રોઝ ગોલ્ડમાં પેન્ડન્ટ બુટી, વીંટી, બે્રસ્લેટ સહીતની વિવિધ ડીઝાઇનનું કલેકશન ઉપલબ્ધ છે. અને ગ્રાહકોને ગમતી વસ્તુઓ આપીએ છીએ. વર્ષોથી પરંપરાગત રીતે ધનતેરસના દિવસે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવું તે શુકન માનીએ છીએ તેને પુજનમાં મૂકીએ છીએ આજે કોઇપણ જાતનું મુહુર્ત જોવામાં આવતું નથી.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક રશ્મિબેન એ જણાવ્યું હતું કે હું અમેરિકાથી આવી છું અને આજે ધનતેરસ છે ત્યારે એવી આપણી પરંપરા છે કે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. હું અત્યારે તુલજા જવેલર્સના સોનાની વીંટી તથા ચાંદીના છલાની ખરીદી કરવા આવી છે. મને અહીયાનું કલેકશન ખુબ જ પસંદ આવે છે વેડીંગ કલેકશનમાં પણ અવનવી ડિઝાઇનના ધરેણાં મન મોહી લે તેવા છે.