આપણે ત્યાં તો બ્રહ્નમુહૂર્તમાં ઉઠી જવાના રિવાજો છે. “વહેલા ઉઠે એ વીર” એવી કહેવત પણ પ્રચલિત છે. વહેલા ઉઠવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ જોવા મળે છે. જેમાં આવે છે ‘નિયમિતતા અથવા ડિસિપ્લિન’. જે લોક સૂર્યવંશી (સૂર્ય ઉગ્યા પછી ઉઠવાવારા)છે, તેમના માટે મોડું ઉઠવું લાંબાગાળે ખતરો સાબિત થઈ શકે છે.
જે લોકો સૂર્યવંશી છે, તેમનો મગજ વેહલા ઉઠતા લોકોની માત્રમાં ઓછો કાર્યશીલ રહે છે. મોડા ઉઠવાથી સમય પૂરતો મળતો નથી, તેથી માનસિક ચિંતા વધે છે. આ સાથે તમારી પ્રોડક્ટિવિટી પર આખો દિવસ ફર્ક પડે છે, જેના કારણે તમે વિચાર્યા મુજબ કાર્ય કરી શકતા નથી. જે તમને લાંબા ગાળે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.
આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે ‘જે લોકો સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ, સુખી અને આનંદમય રહી શકે છે. અને કામ કરવાનો સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે. સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ ફ્રેશ હોય છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે, અને એની ક્ષમતા પણ સુધરે છે.
સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે અને માનસિક સ્થિતી પણ સારી રહે છે. દિનચર્યામાં સૌથી પહેલા બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું કહેવાયુ છે. આ સમય સુર્યોદયની 96 મિનિટ પહેલા શરુ થાય છે અને 48 મિનિટ પહેલા ખતમ થઇ જાય છે તેથી સુર્યોદયની 50 મિનિટ પહેલા ઉઠો. તમે આ સમયે જાગો છો ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે ઉત્સાહ, ઉર્જા, સ્ફુર્તિ વધારે છે.