૧૮ મિનિટનાં વીડિયોમાં બગદાદીએ સિરીયા જંગનો ખાતમો અને શ્રીલંકાનાં હુમલાની કરી વાત
શ્રીલંકામાં ઈસ્ટર સન-ડેનાં પૂર્વે લોહિયાળ ઈસ્ટર બનતાં બોમ્બ ધડાકામાં ૨૫૦થી વધુ નિર્દોષોની હત્યા અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકા પર થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠનોએ પણ લીધી હતી ત્યારે ખુંખાર આતંકી અબુ બકર બગદાદી જીવિત હોવાનું પણ સામે આવ્યું હતું જેનો ૧૮ મિનિટનો વિડીયો પણ સામે આવતાં તેને શ્રીલંકા હુમલો અને કહી શકાય કે સિરીયા જંગનાં ખાતમા અંગેની વિગતો આપી હતી. આ વિડીયોમાં કેટલાક જેહાદીઓ વિવિધ દેશોમાંથી આવીને જેહાદનાં શપથ લેતા હોવાનું પણ દર્શાવાયું છે.
આ વિડીયોનો હેતુ બગદાદી જીવતો હોવાનો પુરાવા આપતો વિડીયો માનવામાં આવે છે. સાથોસાથ અબુ બકર બગદાદી જેહાદીઓનું સંચાલન પણ કરે છે જે અજ્ઞાન સ્થળે હજુ પણ આઈ.એસ.ની દોરીસંચાર કરે છે. વિશ્ર્વમાં આતંકી પ્રવૃતિઓ ચાલુ રાખવા અને નવા આતંકીઓની સતત ભરતી ચાલુ હોવાનાં સંદેશો આપતી આ વિડીયો કલીપથી આતંકી પ્રભાવવાળા રાષ્ટ્રો માટે વધુ ચિંતા ઉભી થઈ છે. આઈ.એસ.ના કોર મિડીયા તરીકે કાર્યરત અલ દુલકાન દ્વારા આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે અબુ બકર બગદાદીનું સાચું નામ ઈબ્રાહીમ અવાદ ઈબ્રાહીમ અલબદ્રી હોવાનું બહાર આવ્યું છે.૨૦૧૪માં બગદાદી મોસુલની મસ્જિદમાં ભાષણ દેતો દેખાયો હતો જે અંગેની તેની ૫૫ મિનિટની કલીપ પણ બહાર પડી છે.