પાકિસ્તાનમાં ભુલી પડીને ખોવાઇ ગયેલી પરભણીની ગીતાને અંતે 20 વર્ષે પરિવાર મળ્યો
સલમાન ખાન અભિનીત ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુકબધીર માસુમ બાળકી ભુલથી ભારતમાં આવી ગયા બાદ તેના પરિવાર સાથે મેળાપ કરવા માટે ‘બજરંગી’એ કરેલા સંઘર્ષની ગાથા વર્ણવવામાં આવી છે. આ જ સ્ટોરીનું રિવર્સ રીયલ લાઈફમાં પાકિસ્તાનમાં ખોવાઈ ગયેલી ભારતીય દિકરીને પોતાના પરિવારને મેળવવા માટે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કરેલા પ્રયત્નો અંતે સફળ થયા હતા અને 20 વર્ષે ખોવાયેલી ગીતાને તેનો પરિવાર મળ્યો હતો.
પરભણીની ગીતા નામની 29 વર્ષની છોકરી પોતાના પરિવારને મળી હતી. આ એક એવી ઘટના છે કે જેમાં 2015માં શરૂ થયેલી આ સ્ટોરીમાં સુષ્મા સ્વરાજે કરેલી મહેનત અંતે પરિણામદાયી બની હતી. 20 વર્ષ પહેલા પાકિસ્તાનમાં ખોવાઈ ગયેલી 6 વર્ષની દીકરી ગીતાને શોધવામાં સફળથા મળી હતી. આ જ રીતે મહારાષ્ટ્રમાં પણ હશીના બેગમ નામની મહિલા જે ખોટી રીતે પાકિસ્તાન જેલમાં 18 વર્ષ સુધીનો જેલવાસ કાપી તેમના ઘેર ઓરંગાબાદના રશીદપુરામાં પહોંચી હતી. ગીતા કે જેને જેલવાસ ભોગવવો પડ્યો ન હતો પરંતુ કરાંચીના અને મુળ બાટવાના વતની અને તેમના દ્વારા સંચાલીત એધી ફાઉન્ડેશન દ્વારા ભારતમાંથી ભુલમાં પાકિસ્તાન ચાલી ગયેલી ગીતાને પોતાના ઘર સુધી પહોંચાડવા 2015માં સરકારનો સંપર્ક કર્યો હતો અને લાંબી કવાયત બાદ ગીતાને તેનો પરિવાર મળ્યો હતો. ગીતા નવા ગામની રહેવાસી હતી અને ભુલમાં પાકિસ્તાન ચાલી ગઈ હતી. એધી ફાઉન્ડેશન દ્વારા મધ્યપ્રદેશના ઈંદોરની આનંદ સર્વિસ સોસાયટીના સહકારથી ગીતાને શોધવામાં મદદ કરી હતી. ગીતાની ઓળખમાં માત્ર તેની નાક જમણી બાજુ વિંધેલી હોવાની એકમાત્ર નિશાની અને મોઢે બાળપણના બળેલા ડાઘ ઉપરથી તેની ઓળખ થઈ હતી. ગીતાએ અંગ્રેજી, હિન્દી, મરાઠીમાં શિક્ષણ લીધુ છે. પાકિસ્તાની પહેલ ફાઉન્ડેશનમાં તેને આશ્રય અપાયો હતો. હવે સલવાર કમીઝના બદલે સાડી પહેરાવવાની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. સુષ્મા સ્વરાજનું સપનું હતું કે, ગીતાને તેના પરિવાર સાથે મેળાપ થાય અંતે સુષ્મા સ્વરાજનું સપનું પૂરું થયું અને ગીતાને તેની માતા સાથેનો મિલાપ થયો છે.