ડાયાબીટીસ ચેકઅપ, બી.પી. તેમ જ સ્ત્રીરોગ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ આશુતોષ હોસ્પિટલના ડો. દર્શનાબેન પંડયા સેવા આપશે
અબતક, રાજકોટ
સ્વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની પંદરમી પુણ્યતિથિ નીમીતે તા. 2-1-2022 રવિવારના રોજ સોરઠીયા પરિવારનીવાડી મવડી બાયપાસ રોડ, મવડી ગામ ખાતે સવારે 8 કલાકથી મહારકતદાન કેમ્પનું આયોજન શૈલેષ સ્ટીલ ફોજીંગ રાજકોટ તથા સોરઠીયા પરિવાર તરફથી કરવામાં આવેલું છે. આ રકતદાન કેમ્પમાં મળેલ તમામ રકત થેલેસેમીયા ગ્રસ્ત બાળકો ડાયાબીસીસ માટેના દર્દીઓ તેમજ ઇમરજન્સી માટે આવતા દર્દીઓ માટે વાપરવામાં આવશે. સાથે આશુતોષ હોસ્પિટલ રાજકોટના ડો. દર્શનાબેન પંડયા સ્ત્રી રોગય માટે ગાયનેક સેવા તથા ડાયાબીટીસ ચેક અપ બી.પી. વગેરે સેવાઓ વિનામૂલ્યે પુરી પાડશે. સોરઠીયા પરિવારના આ મહારકતદાન કેમ્પમાં ચાલો આપણે બધા સ્વૈચ્છાએ મોટી સંખ્યામાં રકતદાન કરી આ મહાસેવા કાર્યમાં આપણું યોગદાન આપીએ. સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પણ રકતરૂપી સેવા કરી કરી શકીએ
‘અબતક’ સાથે વાતચીત કરતા જયેશભાઇ સોરઠીયા એ જણાવાયું હતું કે ત્રણ પેઢીથી સેવાકીય પ્રવૃતિ કરતા આવ્યા છે.મવડી વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. કોરાના કાળની કપરી પરિસ્થિતિ ઓકસીજનની પ00 બોટલની સેવા પણ કરેલ છે. તેમજ કોરોના કાળમાં સ્મશાન પડતા તકલીફને લીધે તેમણે પ ખાટલા તત્કાલ ઉભા કર્યા તેમ જ 10 ગાડી લાકડા માંગવી તત્કાલીક સગવડતા ઉભી કરી હતી. આગામી દિવસોમાં મવડી વિસ્તારમાં એક ટ્રસ્ટી ઉભુ કરશે તેમજ મવડી ગામ પેથોલોજી લેબોરેટરી શરુ કરશે તેમાં નિ:શુલ્ક સેવા આપવામાં આવશે.
આ બ્લડ કેમ્પમાં નાથાણી બ્લડ બેંક, ફિલ્મ માર્શલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, રાજકોટ સીવીલ બ્લડ બેક સેવા આપશે.
આ કેમ્પ જયેશભાઇ સોરઠીયા, કિશોરભાઇ સોરઠીયા, સંદીપભાઇ સોરઠીયા, ભરતભાઇ હજારે તેમજ રાજેશભાઇ અકબરી અને કે.ડી. નાથાણી કાર્યભાર સંભાળશે.