• દિવાળી આવી હૈયે હરખની હેલી લાવી
  • બજારમાં ઘર સજાવટની અવનવી વસ્તુઓ સાથે લાઈટ ડેકોરેશનની ચીજ વસ્તુઓ અને
  • સાથે મહેમાનગતિ માટે નાસ્તા, મીઠાઈ અને મુખવાસની ખરીદી પર ગ્રાહકોનો વિશેષ “ફોકસ”

વિક્રમ સંવત 2081 ના વધામણા કરવા તહેવારોની રાણી દિવાળી નું રૂમઝૂમ આગમન થઈ રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવાળીની ખરીદી માટે છેલ્લા દિવસોમાં હવે બજારોમાં ભારે વેદનીનો માહોલ પ્રવર્તી રહ્યો છે..

દિવાળી બેસતા વર્ષની ઉજવણીની પરંપરા યથાવત રહી છે પરંતુ પદ્ધતિ બદલાય છે અને હવે મૂળભૂત તહેવારોમાં પણ આધુનિક યુગની અસર જોવા મળી રહી છે અગાઉ દિવાળી અને બેસતા વર્ષે ઘર પર હુકન અને લક્ષ્મીને આવકારવા રિદ્ધિ સિદ્ધિના પ્રતીક આસોપાલવના તોરણ બાંધવામાં આવતા હતા. આસોપાલવના પાન અને સુતરના દોરાથી જ બનતા ધોરણ ઘરના દરવાજે અવશ્ય લટકાવવામાં આવતા આ પરંપરામાં માલે તુંજારોના મહેલથી લઈ સામાન્ય અને ગરીબ ઘરના પરિવાર ના દરવાજે બેસતા વર્ષે અવશ્ય આસોપાલવના લીલા તોરણ બંધાઈ જતા હતા. હવે સમય જતા ટ્રેન્ડ બદલાયો હોય તેમ આસોપાલવના તોરણ પણ પ્લાસ્ટિક માંથી બનવા લાગ્યા છે બજારમાં પ્લાસ્ટિકના બનેલા ફૂલ બગીચાઓની ભરમાર લાગી છે ઘર સજાવટની વસ્તુઓ માટે રાજકોટની બજારો રીત સર ઉભરાવા લાગી છે

દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટના લોકો છેલ્લી ઘડી સુધી શોપિંગ કરવા માટે જાણીતા છે શહેરના પેલેસ રોડ ,ધર્મેન્દ્ર રોડ ગુદાવાડી ,યાજ્ઞિક રોડ સહિતના તમામ રસ્તા બજારોમાં હવે સવારથી સાંજ સુધી ખરીદી માટે લોકોનો સ્વયંભૂ મેળો ભરાઈ જાય છે સાંજ પડતા જ શહેરના મોટાભાગના શોપિંગ સેન્ટર મોલ અને વ્યવસાયિક ભક્તિસ્થાનો રોશની થી ઝળહળી ઊઠે છે

શહેરની તમામ બજારોમાં રીક્ષા ટુ વ્હીલર અને મોટરોનો કાફલો ઠેર પસાર થઈ રહ્યા છે શહેરના તમામ વિસ્તારોમાં લારીવાળા દુકાનદારો  કોડીયા ની સાથે સાથે પ્લાસ્ટિકના ઘર સજાવટના શણગારો લઈને વેપાર કરતા દેખાય છે તેની સાથે સાથે કપડા બુટ અને મોબાઈલ એસેસરીઝ બજારમાં વિશેષ ખરીદી જોવા મળી રહી છે

દિવાળીની ખરીદીમાં ઘર સજાવટ ની વસ્તુઓમાં માટીના કોડિયાના બદલે પ્લાસ્ટિકના સિન્થેટિક દીવા અનેક પ્રકારની સિરીઝ લાઈટ ડેકોરેશન અવનવી વેરાઈટી નો ખજાનો બજારમાં ઉપલબ્ધ થયો છે શહેરમાં ઘર સજાવટની વસ્તુઓની સાથે સાથે રેડીમેડ કપડા જુદા ગોગલ્સ પર્સે બેલ્ટ મોબાઈલ ખરીદીની સાથે સાથે મહેમાનો માટે મુખવાસ નાસ્તા ખાણીપીણીની વસ્તુઓ મોટા પાયે એ માંગ ઊભી થઈ છે ખાનગી અને સરકારી કર્મચારીઓને બોનસ મળી જતા બજારોમાં હવે દિવાળીની અસલ રોનક જોવા મળે છે.

અવનવા દીવડા કોડિયા તોરણ ટોડલીયાથી બજાર ધમધમી

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે  આ વખતે અલગ-અલગ મેટલ અને એલિગન્ટ દેખાતાં દીવડાંની ડિમાન્ડ સૌથી વધારે છે. માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશથી પણ આજ મેટલનાં દીવડાં લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દીવડાંની ખાસિયત એ પણ છે કે એને માત્ર તેલ જ નહીં, પરંતુ એલઇડી લાઇટ, પાણી અને મીણબત્તીથી પ્રજ્વલિત કરી શકાય છે.

સામાન્ય રીતે માટીનાં દીવડાં લોકો દિવાળીના પર્વ પર પ્રજ્વલિત કરતા હોય છે. આ વર્ષો જૂની પરંપરા છે, પરંતુ હાલ ટ્રેન્ડ બદલાયો છે. આ મેટલ દીવડાં સૌથી વધારે કોર્પોરેટ સેક્ટરમાં લોકો મગાવી રહ્યાં છે. ગિફ્ટ આપવાની સાથે ઘરમાં મૂકવાથી પણ આ ખૂબ જ આકર્ષક લુક આપે છે. દીવડાં આયર્ન, બ્રાસ, સિલ્વર અને ગોલ્ડ કોટિંગથી હાલ તૈયાર કરવામાં આવ્યાં છે, જેની કિંમત પચાસથી શરૂ થાય છે અને અઢી હજાર રૂપિયા સુધીની છે.

હિન્દુ ધર્મને લગતાં તમામ ચિહ્ન પર દીવડાંની બનાવટ આ દીવડાંની ખાસિયતની વાતએ છે અંદર પાણી ભરવામાં આવે અને આર્ટિફિશિયલ વોટરપ્રૂફ કમળ મૂકવામાં આવે છે. પાણીના સંપર્કમાં આવતાં જ આ કમળની અંદર લાઈટ પ્રજ્વલિત થઈ જાય છે. આવી જ રીતે અનેક દીવડાં છે, જે પાણીના મેજિકલ સેન્સરથી ચાલે છે. અલગ-અલગ ડિઝાઇનમાં મેટલનાં દીવડાં હાલ આકર્ષણના કેન્દ્ર છે, જેમાં ટ્રેડિશનલ સ્વસ્તિક કાચબા અને હિન્દુ ધર્મને લગતાં તમામ ચિહ્ન પર આધારિત મેટલનાં દીવડાં બનાવવામાં આવ્યાં છે. આ સાથે ફેન્સી અને એલિગન્ટ લુક આપતા પણ દીવડાં છે, જે મીણબત્તી અને તેલ બંનેથી લોકો પ્રજ્વલિત કરી શકે છે.

આ પ્રકારનાં દીવડાંની સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે એનાથી આગ લાગવાનો ભય રહેતો નથી. એલઇડી લાઇટથી આ દીવડાં પ્રજ્વલિત થાય છે, જેથી લોકો ઘરે આ દીવડાં પ્રજ્વલિત કરીને આરામથી બહાર ફરવા પણ જઈ શકે છે. કોઈ બાળક આ દીવડાંને સંપર્ક પણ કરે તો સળગી જવાનો ભય રહેતો નથી, સાથોસાથ આ દેખાવામાં પણ ખૂબ જ સુંદર છે.

લોકલ ફોર વોકલને પ્રાધાન્ય

દિવાળી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.  બજારમાં અત્યારથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ભુજની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો લોકોમાં ભારે ક્રેજ જોવા મળતો હતો. પરંતુ હવે લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. હવે લોકો ફરી  બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આજે લોકો ઓનલાઇન શોપિંગ જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરી વાર રોનક જોવા મળી રહી છે. ભુજની બજારમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે બજારો ફરી  ધમધમતી થઈ છે.

પ્રકાશના પર્વ દિવાળીમાં રંગોની બજાર રંગીન

દિપાવલીના ચહેકતા, મહેકતા મહાપર્વમાં પોતાનું આંગણું લીંપી-ગૂંપી, સ્વચ્છ કરીને ભાત-ભાતની રંગોળી પૂરવાની પ્રથા આપણે ત્યાં પરાપૂર્વથી ચાલતી આવે છે. પરંતુ ક્રમ ભાગ્યે આજના કહેવાતા ભ્રામક આધુનિકતાના અતિરેકમાં, માનવ સ્વ સમય અને નિજાનંદને ખોઈ બેઠો છે. પરિણામે આવા અનેરા આનંદ લેવાન લાભથી આજની  ગૃહીણીઓ પણ વંચીત, વિમુખ થઈ ગઈ છે. અને બજારું ગમે તેવા સ્ટીકરો લગાડી , ગૃહની ગૃહલક્ષ્મીઓ રંગોળી પૂર્યાનો આત્મસંતોષ પામે છે ! મોટા ભાગે સ્ત્રીઓ જ રંગોળી કરે છે. રંગોળી કરવામાં મશગુલ માનુનીઓને જોવી એ પણ એક મહામલો લહાવો છે !!

રાજકોટમાં રંગ બજારની રોનક સોળે કળાએ ખીલી છે. દિવાળીના ટાણે ઘરના આંગણામાં પૂરવામાં આવતા રંગોળીના રંગો માટે રાજકોટ જગ આખામાં પ્રખ્યાત છે. માત્ર ગુજરાતના લોકો નહીં પણ દેશ-વિદેશના લોકો પણ રાજકોટના વેપારીઓએ બનાવેલા રંગોથી રંગોળી પૂરે છે.

દેશ-પરદેશમાં રાજકોટના રંગોની માંગ: હાર્દિક બાંભણીયા

અબતક સાથે વાતચીતમાં ભાવના ચિરોડી કલરના હાર્દિક બાંભણીયાએ જણાવ્યું હતું કે રંગોળીમાં જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકીના 90 ટકા રંગો રાજકોટમાં જ બને છે. જેથી આ કલરોની માંગ ગુજરાત સહિત દેશ-વિદેશમાં છે. રંગોળીના વેપારી   જણાવ્યું હતું કે, રાજકોટમાંથી આ રંગોને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. જેમ કે આફ્રિકા, યુ.એસ., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં રંગોળીના રંગોની સપ્લાય કરવામાં આવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.