અન્ય પાંચ દરોડામાં ૧૯ જુગારીયા ઝડપાયા: અડધા લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગરના બેડી વિસ્તાર તેમજ ધ્રોલની ભરવાડ શેરીમાં ગઈરાત્રે પોલીસે દરોડા પાડી બાર પંટરને તીનપત્તી રમતા પકડી લીધા છે અન્ય પાંચ દરોડામાં ૧૯ પત્તાપ્રેમી પકડાયા છે. કુલ રૂા. અડધા લાખેકનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગર નજીકના બેડી વિસ્તારમાં ખારી પ્લોટ નજીક ખુલ્લા પટમાં ગઈકાલે રાત્રે જુગારની મહેફીલ જામી હોવાની બાતમી પરથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા રાત્રે બે વાગ્યે ત્યાં તીનપત્તી રમતા રમઝાન ઉમર વાઘેર, હાજી નુરમામદ કકલ, દાઉદ મુસા ગંઢ, જાફર હારૂન કકલ, સીંકદર હારૂન કકલ, કાસમ કરીમ સોઢા, ઉમર આમદ કકલ, આસીફ અબ્દુલ વાઘેર નામના આઠ શખ્સો ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૂા. ૭૧૭૦ કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ શહેરમાં ભરવાડ શેરીમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા મેસુર હકાભાઈ ભરવાડ, દેવાભાઈ સીંધાભાઈ ભરવાડ, અનીલ કિશોરભાઈ ખવાસ, સીંધાભાઈ રામાભાઈ ભરવાડ નામના ચાર શખ્સને પોલીસે પકડી લીધા હતાં. પટ્ટમાંથી રૂા. ૧૦,૩૪૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારા તેમજ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી રોનપોલીસ રમતા વજુભાઈ બીજલભાઈ સોંદરવા અને યુનુસ હારૂન હાલાણી નામના બે શખ્સને પોલીસે પકડી પાડી પટ્ટમાંથી રૂા. ૧૪૪૦ રોકડા કબજે કર્યા છે.
જામનગર તાલુકાના મોટી ખાવડીમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા શામજી કેશવભાઈ વાળા, સતીષ કાળાભાઈ પરમાર, મહેશ ઉર્ફે બાબુભાઈ ચાવડા, ધનરાજસિંહ દાદુભાઈ ચુડાસમા નામના ચાર શખ્સને પોલીસે રૃા. ૧૦,૪૫૦ રોકડા સાથે પકડ્યા છે.
જામનગર તાલુકાના સિક્કામાંથી ગઈકાલે બપોરે જાફર અનવર ભાયાણી, અલ્તાફ ઈસ્માઈલ ભગાડ, દાઉદ નુરમામદ મેપાણી, મહેબુબ ગુલામ ખલીફા, ભરત જીવણભાઈ જોગલ નામના પાંચ શખ્સને પકડી લેવામાં આવ્યા હતાં. પટ્ટમાંથી રૂા. ૧૧,૦૧૫ કબજે થયા છે.
જોડીયા તાલુકાના બેરાજામાં ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમતા ફારૃક સતાર મેમણ, નટુભા ગગજી પીંગણ, રાજેન્દ્રસિંહ લખુભા પરમાર, દિલીપસિંહ લાખાજી પરમાર, સાહીલ કાદરભાઈ મેમણ નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતાં. ૪૭૭૦ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરાઈ છે. કાલાવડ તાલુકાના નીકાવામાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલા રફીક ઓસમાણ સુમરા, હસનશા અબ્દુલશા શાહમદાર, જુમાશા મામદશા શાહમદાર નામના ત્રણ શખ્સો પોલીસે પટ્ટમાંથી રૂા. ૩૨૯૦ કબજે કર્યા છે.