સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા મહિનાઓથી દરરોજ જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપ અનુભવાઇ રહ્યા છે. ત્યારે મોડી રાતે ઉનામાં અને કચ્છના ભચાઉમાં કંપન અનુભવાયુ હતું. જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે રાતે ૭:૪૫ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૮ કિમી દૂર ૨.૪ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.ત્યારબાદ મોડીરાતે સૌરાષ્ટ્રના ઉનાથી ૨૯ કિમી દૂર ૧.૬ની તીવ્રતાનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતો.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ચાલુ વર્ષે ઉનામાં પણ અનેક આંચકાઓ અનુભવાયા છે. જો કે વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ફોલ્ટલાઇન હોય તેવું બહાર આવ્યું નથી. આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.