તા.૨૫ જૂન ૨૦૨૦ કટોકટી ભારતની લોકશાહીનો કાળો દિવસ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જનસંઘના અનેક શક્તિશાળી કાર્યકર્તાને પકડી જેલમાં પુરી દેવાયા હતા. જેમાં નવનિર્માણ આંદોલમાં અગ્રેસર ભાગ ભવજનાર અને રાજકોટના જનસંઘના અડીખમ અને નિડર કાર્યકર સ્વ.નરેન્દ્રભાઈ ડી.જાનીનો પણ સમાવેશ થતો હતો. કટોકટી સમયે જેલવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સ્વ.મુકેશભાઈ સોનપાલ સાથે રહેનાર સ્વ.નરેન્દ્રભાઈ જાની સહિતના ત્રણેય વિદ્યાર્થી આગેવાનો એટીવાયના ફાઈનલમાં વર્ષમાં હતા અને પરીક્ષા આપવા માટે તેમના પેરોલ મંજૂર થતાં ચાલુ પેરોલે ઉચ્ચ જીવે પેપરો લખી જેલમાં રહ્યાં હતા. તેમજ ચાલુ પરીક્ષા દરમિયાન પણ અટકાયતીઓએ સવાર સાંજ પોલીસ સ્ટેશન ઉપર હાજરી પુરાવા જતું રહેતુ તેથી વાંચનમાં ખુબજ માનસિક ત્રાસ અનુભવો પડ્યો હતો. આ સંકટ કાળ દરમિયાન સ્વ.નરેન્દ્રભાઈ જાની સહિતના તમામને મિત્રો અને કુટુંબીજનોની હુંફ પૂરી પાડી હતી. જેલવાસ દરમિયાન અટકાયતીનો જુસ્સો વધે તે માટે દરરોજ અલગ અલગ કાર્યક્રમ યોજાતા જેમાં પ્રાંતના અધિકારીઓ કાંતિભાઈ ભટ્ટ, સૂર્યકાંત આચાર્ય તથા સી.ટી.દરુડ દ્વારા લેવાતા બૌદ્ધીક વર્ગોનો સમાવેશ થાય છે. જેના થકી કાર્યકર્તાના ઘડતર નિર્માણ અને સંગઠનનો અભિગમ રહેલો છે.
સ્વ.નરેન્દ્રભાઈ જાનીએ જાહેર જીવનમાં અનેકવિધ જવાબદારી વહન કરી રાષ્ટ્ર સેવામાં પોતાનું જીવન સમર્પિત કરેલ હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંમ સેવક, એબીવીપીના પ્રાંતના મંત્રી તરીકે, સરસ્વતી શિશુ મંદિર વ્યવસ્થા સમીતીના ઉપપ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડ તરીકે, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના સભ્ય તરીકે, સૌ.યુનિ.ના સેનેટ સભ્ય તરીકે તેમજ રાજકોટની જન્માષ્ટમીની સૌપ્રથમ રથયાત્રા ૧૯૮૬માં શરૂ કરાવી અનેકવિધ સામાજીક-સેવાકીય પ્રવૃતિ કરી રાષ્ટ્રકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. મોરબી અને વંથલી પૂર હોનારતમાં પ્રશંસનીય કામગીરી બદલ સ્વ.જાનીને રાજ્યપાલ ચંદ્રકથી બિરદાવવામાં આવ્યા હતા. તેમજ સ્વ. ચિમનભાઈ શુકલના વરદ હસ્તે હોમગાર્ડની સેવા બદલ વિશીષ્ટ જેવા ચંદ્રકથી સન્માનવામાં આવ્યા હતા. સ્વ.નરેન્દ્રભાઈ જાનીના ભાણેજ આશિષભાઈ વ્યાસ દ્વારા દર વર્ષે તેઓને આ દિવસે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવે છે.