પૂ. મોરારીબાપુના હસ્તે અપાયા એવોર્ડ: કૌશિકભાઇ મહેતાની ખાસ ઉપસ્થિતિ
સ્વ.નગીનદાસ સંઘવીના બે પુસ્તકો “ઓશો” અને “રાજીવ ગાંધી” વિમોચન
નચિકેત એવોર્ડ સાથેની ધન રાશીના રૂ.51000થી વધારી રૂપિયા 1.ર 5 લાખ કરવાની પુજ્ય મોરારી બાપુની જાહેરાત
જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ નગીનદાસ સંઘવીને સ્મૃતિમાં દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર યોગદાન આપનારા મહાનુભાવને નચિકેત એવોર્ડ અર્પણ કરવામાં આવે છે આજરોજ તા. 15-1ર -ર 1ના સુરતની જીવનભારતી સંસ્થાના રંગ ભવન માં પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આ એવોર્ડ શ્રી ભાર્ગવ પરીખને ચિરંતના ભટ્ટને અર્પણ કરવામાં આવ્યો. ભાર્ગવ પરીખ જન્મભૂમિ અખબાર અને ચિત્રલેખામાં હાલ કામ કરી રહ્યા છે તેઓએ આ સિવાય જી ન્યૂઝ બીબીસી વગેરે ચેનલમાં પણ પત્રકાર તરીકે કામ કર્યું છે તો ચિરંતના ભટ્ટ મીડ ડે નામના એક ચેનલ આને વેબ ન્યુઝની સાથે જોડાયેલાં છે. વિવિધ મહાનુભાવોના તેઓએ ઇન્ટરવ્યૂ કર્યા છે બીબીસીની સાથે પણ કામ કરે છે.રેડિયો જોકી માંના પણ તેઓ કાયેરત છે.
આ પ્રસંગે બોલતા મોરારીબાપુએ કહ્યું કે બધી વાતો સમજવાની જરૂર નથી. કેટલીક ન સમજાય તેમાં જ મજા છે.સ્વ નગીનદાસબાપા સંઘવી એક ખૂબ મોટા ગજાના પત્રકાર તો હતા પરંતુ જ્ઞાનસમૃધ્ધ વિદ્વતજન પણ હતાં. તેમની સાથેની ગોષ્ઠિ હંમેશાં ગમતી. તેઓ સાથે કદાચ કોઈ બાબતમાં વિચારભેદ હોય તોપણ એ સ્વીકારીને એ ગમવા જેવો માણસ હતો.
આ પ્રસંગે પૂજ્ય બાપુએ આ નચિકેત એવોર્ડ ની રાશિ દર વર્ષે રૂપિયા 51000 અપાય છે તે વધારીને રૂપિયા 1.ર 5 લાખ કરવાની જાહેરાત પત્રકાર શ્રી કૌશિક મહેતાએ કરી હતી. ફૂલછાબ ના તંત્રી અને પત્રકાર શ્રી કૌશિક મહેતાએ સમગ્ર એવોર્ડ ની ભૂમિકા અર્પણ કરી હતી.
જીવનભારતી સંસ્થાના ડો.કેત શેલતે તે સંસ્થાની વિવિધ માહિતીઓ આપી હતી. આ પ્રસંગે સુરતના ગણમાન્ય સાહિત્યકારો અને પત્રકારો પણ ઉપસ્થિત હતાં. સ્વ.નગીનદાસ સંઘવી ના બે પુસ્તકો “ઓશો” આને “રાજીવ ગાંધી”નુ વિમોચન કરવામાં આવ્યું હતું. ભાર્ગવ પરીખ છે અને ચિરંતના ભટ્ટે પોતાની જાતને આ એવોર્ડ મેળવવા માટે ભાગ્યશાળી ગણાવ્યાં હતાં. આ પ્રસંગે એવોર્ડ સમિતિના શ્રી કૌશિક મહેતા ઉપરાંત જયંતિ ચાંદ્રા અને ભરત ઘેલાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા.