૧૮ વર્ષ પૂર્વે ડે.ડી.ડી.ઓની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાનો છ કોંગી અગ્રણીઓ સામેે ગુનો નોંધાયો’તો
રાજકોટ જીલ્લા પંચાયતમાં ૧૮ વર્ષ પુર્વે નાયબ જીલ્લા વીકાસ અધીકારીને મંડળીના જમીન પ્રકરણમાં તત્કાલીન કોંગી અગ્રણી સ્વ. વીઠ્ઠલભાઇ રાદડીયા અને ધારાસભ્ય જાવેદ પીરજાદા સહીત ૬ શખ્સોને અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વીગત મુજબ રાજકોટ જીલ્લા પંચાયતમાં નાયબ જીલ્લા વીકાસ અધીકારી જયેશભાઇ ગઢીયા ઉપર ગત તા. રપ/૧/૦ર ના રોજ કોંગી અગ્રણી સ્વ. વીઠ્ઠલભાઇ રાદડીયા અને વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા, જીલ્લા પંચાયતના તત્કાલીન સદસ્ય પથુભાઇ હસન અને સુરેશભાઇ સહીત છ શખ્સો વાંકાનેર તાલુકાની મંડળીની જમીન પ્રકરણની રજુઆત વેળાએ થયેલી બોલાચાલી માં મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
ઉપરોકત ગુનાની ચાજર્શીટ અદાલતમાં રજુ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કેસમાં બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષને એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત મૌખીક દલીલ ધ્યાને લઇ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ મનસુરી એ તમામ આરોપીઓને નીદરેષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.બચાવ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, કલપેશ નશીત, કમલેશ ઉધરેજા, અંશ ભારદ્વાજ, અને ગૌરાંગ ગોકાણી સહીત રોકાયા હતા.