- કચ્છમાં રાત્રે 11:26 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટલ સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ
- કેન્દ્રબિંદુ ગાંધીધામથી 41 કિમી દૂર
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. તેમજ ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. કચ્છમાં રિક્ટલ સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
કચ્છના ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અવાજની સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી દરમિયાન મોડી રાત્રે 11 : 26 કલાકે દુધઈ નજીક કેન્દ્રબિંદુ પર ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
સરહદી જિલ્લા કચ્છના પૂર્વ વિસ્તારના દુધઈ પાસે ગઈકાલે રાત્રે 11:26 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની અસર રાપરથી લઈને નખત્રાણા વિસ્તારમાં થઈ હતી.
અનુસાર માહિતી દરમિયાંન, વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ગઈકાલે મધરાતે 11:26 કલાકે 5.0ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંધીધામથી 41 કિમી દૂર અનુભવાયો હતો.
4થી વધુ તીવ્રતાના આંચકા ગંભીર
કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે, તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ 5.0થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
ગાંધીનગર સ્થિત ISR (ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 22 એપ્રિલ, 2025ની રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે. આ ઉપરાંત ભૂકંપનું કેન્દ્ર દુધઈ ગામથી આશરે 17 કિ.મી. ઉત્તર-ઉત્તર પૂર્વમાં આવેલું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0માપવામાં આવી છે.