પ્રવેશ ફી તેમજ અન્ય ચાર્જ કમિટીએ નકકી કરેલી રકમ કરતા વધુ હશે તો શાળાઓએ વાલીઓને ફી પરત કરવી પડશે
રાજય સરકારે એક નોયીફીકેશન જાહેર કરતા જણાવ્યું કે શૈક્ષણીક વર્ષ ૨૦૧૬-૧૭માં ખાનગી શાળાઓએ જે ફી વસુલી હતી તેના પ્રમાણમાં વધુ ફી લઈ શકશે નહી ૭ એપ્રીલના રોજ બહાર પાડેલા આ નોટીફીકેશનમાં જણાવાયું છે કે શાળાઓ માત્ર પ્રથમ ત્રણ મહિનાની ફી જ ઉઘરાવી શકશે આ ઉપરાંત પ્રવેશ ફી,અન્ય ફી વગેરે ફી કમીટીએ નકકી કરેલ રકમ કરતા વધુ હશે તો શાળાઓએ વાલીઓને આ વધુની રકમ પરત કરવી પડશે.
એક વાલી મુબારક શેખે જણાવ્યું કે, મોટાભાગની શાળાઓ એવી દલીલ કરી રહી છે કે તેમને સરકાર પાસે કોઈ પણ જાતના નોટીફીકેશન મળ્યું જ નથી. ઘણા વાલીઓની ફરિયાદ છે કે શાળાઓ વિદ્યાર્થીઓને મોંઘી ચોપડીઓ, સારા અને મોંઘા સ્કુલ બુટ અને આર્ટકીટ ખરીદવાનું કહે છે આ ઉપરાંત ઈંધણનાં ભાવ વધવાથી શાળાઓ ટ્રાન્સપોર્ટ ફી પણ વધારી દે છે. આમ, અલગ અલગ મથાળા હેઠળ ઘણી પ્રકારની અલગ અલગ ફી વસુલાતી હોવાથી વાલીઓને પરવડવું મુશ્કેલ પડે છે. ઘણાખરા વિદ્યાર્થીઓ તો આ કારણસર શિક્ષણથી વંચીત રહે છે. જે ખરેખર બનવું જોઈએ નહી શિક્ષણ મેળવવું ફનડામેન્ટલ રાઈટ છે.
ફી નિયમન કાયદામાંથી લઘુમતિ સ્કૂલો બાકાત
રાજ્ય સરકારે વિધાનસભામાં ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યું છે અને ખાનગી સ્કૂલોની ફી પર લગામ લગાવવા માટે કાયદો બનાવ્યો છે. જોકે, આ કાયદામાં રાજ્યની લઘુમતી સ્કૂલોને બાકાત રાખવામાં આવી છે. જેી આ કાયદાના અમલ બાદ પણ ધાર્મિક લઘુમતી અને ભાષાકીય લઘુમતી સ્કૂલો પોતાની રીતી જ ફી ઉઘરાવી શકશે. ધાર્મિક અને ભાષાકીય સ્કૂલોને આ કાયદો લાગુ પડશે નહીં. જોકે, આ સ્કૂલો પૈકી માંડ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સ્કૂલોની જ ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતા વધુ છે. પરંતુ અન્ય ખાનગી સ્કૂલો દ્વારા ઉઘરાવવામાં આવતી ફી કરતા આ સ્કૂલોની ફી પ્રમાણમાં ઓછી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી શાળાઓ દ્વારા વિર્દ્યાીઓ પાસેી બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોઈ વાલીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને વાલીઓને અવારનવારની ફરિયાદ બાદ રાજ્ય સરકાર દ્વારા ૩૦ માર્ચના રોજ વિધાનસભામાં ખાનગી શાળા ફી નિયમન વિધેયક પસાર કર્યું હતું. ત્યાર બાદ રાજ્યના શિક્ષણમંત્રીએ જાહેરાત પણ કરી હતી કે, ખાનગી સ્કૂલો પ્રામિકમાં રૂ. ૧૫ હજાર, માધ્યમિકમાં રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ. ૨૭ હજાર ફી લઈ શકશે. જો સ્કૂલોએ આ ફી માળખા કરતા વધુ ફી લેવી હોય તો તેમણે ફી કમિટી સમક્ષ પોતાની વિગતો રજૂ કરવાની રહેશે અને કમિટીની મંજૂરી બાદ જ તેઓ નક્કી કરેલી ફી કરતા વધુ ફી લઈ શકશે.
દરમિયાન સરકાર દ્વારા પસાર કરાયેલા વિધેયકમાં ખાનગી શાળાઓને આવરી લેવામાં આવી છે, પરંતુ તેમાં લઘુમતી સ્કૂલોને બાકાત રાખવામાં આવી છે. જેના પગલે રાજ્યમાં આવેલી ધાર્મિક લઘુમતી અને ભાષાકીય લઘુમતી સ્કૂલો માટે આ કાયદો અમલમાં રહેશે નહીં.
જોકે, ખાનગી સ્કૂલો દ્વારા જે રીતે બેફામ ફી ઉઘરાવવામાં આવે છે તે રીતે લઘુમતી સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવામાં આવતી ની. જોકે, મોટાભાગની સ્કૂલોની ફી સરકાર દ્વારા નક્કી કરાયેલા ફી માળખા જેટલી અવા તો તેના કરતા પણ ઓછી ફી છે. જ્યાં ખાનગી સ્કૂલો રૂ. ૧ લાખ સુધી ફી ઉઘરાવી રહી છે ત્યાં લઘુમતી સ્કૂલોની મહત્તમ ફી રૂ. ૪૦ હજાર જેટલી હોવાનું જાણવા મળે છે.