એન્જીનીયરીંગ ઉપરનો ભરોસો ઉઠી જતા કોલેજોને તારા લાગી જશે ?
એડમિશન લેવા માટે 22 મે છેલ્લો દિવસ : 25,000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ ન મેળવે તેવી શક્યતા
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસે ડિગ્રી (એસીપીસી)એ ઇજનેરી કોલેજોની 68,800 બેઠકના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે મુજબ આ કોલેજોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા 2 મેથી 22 મે સુધી ચાલશે. ચાલુ વર્ષે જેઇઇ મેઇન, 12 સાયન્સ, ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે એડમિશન મેળવવા માટેની જે છેલ્લી તારીખ 22 મે નિર્ધારિત કરવામાં આવી છે તેને હવે આડે ગણતરીના પાંચ દિવસ જ બાકી રહ્યા છે છતાં પણ જે માત્રામાં વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રે પ્રવેશ મેળવવો જોઈએ તે હજુ સુધી પાયો નથી અને એક શક્યતા પણ તજજ્ઞો દ્વારા સેવાઈ રહી છે કે આ વર્ષે 25,000 જેટલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ નહીં મેળવે જે ખરા અર્થ માટે એન્જિનિયરિંગ ક્ષેત્રે ખતરે કી ઘંટી સમાન છે.
ગત વર્ષે એન્જિનિયરિંગ ક્ષેત્રે 64 ટકા સીટો ખાલી રહી હતી ત્યારે આ વખતે શું તેનાથી પણ વધુ સીધો ખાલી રહેશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને જે છેલ્લા વર્ષોમાં એન્જિનિયરિંગ કોલેજોની જે હાલતો જોવા મળી રહી છે તેને જોતાં હવે એન્જિનિયરિંગ ઉપરનો ભરોસો વિદ્યાર્થીઓમાં ઉઠી ગયો હોવાનું તારણ પણ સામે આવી રહ્યું છે. પરિણામે એન્જિનિયરિંગ કોલેજ અને તાળા લાગી જાય તેવી સ્થિતિ પણ ઉદભવિત થઈ છે. વર્ષ 2015માં 71,000 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં આ આંકડો હવે 18000 સુધી નીચે આવી ગયો છે. વર્ષ 2015 ની સરખામણીમાં 56% જેટલી સીટમાં ઘટાડો જોવા મળ્યો છે બીજી તરફ એ ગ્રુપના વિદ્યાર્થીઓનો હવે રસ બી ગ્રુપ તરફ વળ્યો છે.
એન્જિનિયરિંગ કોલેજો માં હાલ એ વાતનો ડર વ્યાપી ઉઠ્યો છે કે જે રીતે વિદ્યાર્થીઓમાં રસ માં બદલાવ થયો છે તેનાથી એન્જિનિયરિંગ કોલેજોને મારથી અસરનો સામનો કરવો પડશે અને 64 ટકા જેટલી જગ્યાઓ ખાલી ખમ જોવા મળી રહી છે. ત્યારે હવે દરેક ક્ષેત્રે એન્જિનિયરિંગની તાતી જરૂરિયાત ઊભી તો થઈ છે પરંતુ જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને મળવું જોઈએ તે મળવામાં અને તે આપવામાં ક્યાંકને ક્યાંક કોલેજો ઉણી ઉતરી છે અને એન્જિનિયરિંગ અંગેની મહત્વતા સમજાવવામાં પણ કોલેજો નિષ્ફળ નીકળી છે.
સામે એન્જિનિયરિંગ ક્ષેત્રે રોજગારીની તકો જોવા ન મળતા ઘણા પ્રશ્નો ઊભા થયા છે. સામે વિદ્યાર્થીઓનું પણ માનવું છે કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ વધુ ફી આપવી પડતી હોય છે પરંતુ સામે તેની કોઈપણ પ્રકારે યોગ્યતા ન મળતા તેઓનો રસ હવે મેડિકલ ક્ષેત્ર તરફ વળ્યો છે. જ્યાં સુધી કોઈપણ એન્જિનિયરિંગ ક્ષેત્રની કોલેજો વિદ્યાર્થીઓને સમજાવવામાં નિષ્ફળ નિવડ છે ત્યાં સુધી એન્જિનિયરિંગ કોલેજો ઉપર ખતરે કી ઘંટી સમાજ સ્થિતિ ઉદ્ભવી થશે અને કોલેજોને તાળા લાગી જાય તેવી સ્થિતિ પણ જોવા મળશે.