ઓરી રૂબેલા રસીકરણ અભિયાનના સફળતાપુર્વક પૂર્ણ કરવા આરોગ્ય, શિક્ષણ તથા ધાર્મિક સંસ્થાઓની સંયુક્ત ઝુંબેશ
મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જૈમીનભાઈ ઠાકર તથા મ્યુનિ. કમિશનરશ્રી પાનીની રાજકોટ વાસીઓને ૧૦૦% રસીકરણ માટે અપીલ
ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ભારત દેશમાં ત્રીજા તબક્કા દરમિયાન ૧૬ જુલાઈથી ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કામગીરી સુરક્ષિત રીતે ચાલુ કરેલ છે.
ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો મુખ્યત્વે ધ્યેય ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોમાં ૨૦૨૦ સુધી ઓરી નાબુદ કરવી તથા રૂબેલાને નિયંત્રણ લેવાનો છે.રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૫૦ થી વધારે ટીમ દ્વારા આ કાર્યક્રમ સુરક્ષિત અમલીકરણ કરાવેલ છે. હાલમાં શાળાના તથા શાળાએ ન જતા કુલ ત્રણલાખથી વધારે ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કરેલ છે.
આ ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંતિમ અઠવાડિયું હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦૦% રસીકરણ કરવા નીચે દર્શાવેલ વિશિષ્ટઆયોજન કરેલ છે.
- આશાવર્કર, આંગણવાડી વર્કર તથા એ.એન.એમ દૈનિક ધોરણે રસીકરણ માટેનો લક્ષ્યાંક સિદ્ધ કરવા વિસ્તારમાં સદાન સર્વેની કામગીરી.
- ઇન્ડીઅન મેડીકલ એસોસિયેશન તથા ઇન્ડીયન પીડીયાટ્રીક એસોસિયેશનના સહકારથી દરેક પ્રાઈવેટ પ્રેકટીશનર તથા બાળરોગ હોસ્પીટલમાં ઓરી રૂબેલાનું સઘન રસીકરણ ચાલુ કરેલ છે.
- રાજકોટ મહાનગરપાલિકાનાં ૨૧ આરોગ્ય કેન્દ્ર તથા રાજકોટની તમામ સરકારી હોસ્પીટલમાં દરરોજ ઓરી રૂબેલાનું રસીકરણ.
- શહેરી વિસ્તારમાં ગેર માન્યતાને કારણે બાકી રહી ગયેલા બાળકોને જુદા જુદા વિસ્તારના ધાર્મિક અગણીઓ, ધાર્મિક સંસ્થાઓ સાથે મીટીંગ આયોજન કરી ૧૮ જગ્યાએ કેમ્પ ગોઠવેલ છે.
- શહેરની જુદી જુદી ૨૮ કરટ્રકશન સાઈટ પર મજુર કોલોની વિસ્તારને મોબાઈલ આંગણવાડી દ્વારા સઘન રસીકરણનું માઈક્રોપ્લાનિંગ કરેલ છે.
આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનો ૧૫મી સપ્ટેમ્બર છેલ્લી તારીખ હોય, વિનામૂલ્યે અપાતી આ રસીકરણ કાર્યક્રમમાં દરેક વાલીઓએ પોતાના વ્હાલસોયાને જોડાવા માટે મેયરશ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીગ ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જૈમીનભાઈ ઠાકર તથા મ્યુનિ. કમિશનરશ્રી પાનીએ રાજકોટવાસીઓને અપીલ કરેલ છે.