અબતક, કેપટાઉન
કેપટાઉન ખાતે ભારત આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝનો છેલ્લો અને ત્રીજો ટેસ્ટ મેચ આજથી શરૂ થઇ રહ્યો છે. જેમાં ભારતીય ટીમમાં વિરાટ કોહલી નો સમાવેશ થયો છે કારણ કે તે ફિટ થતાં તેને પત્રકારોને આ અંગે માહિતગાર કર્યા હતા તો સામે મોહમ્મદ સીરાજ અનફિટ હોવાના કારણે ત્રિજો ટેસ્ટ મેચ નહીં રમી શકે જેની ખોટ ખરા અર્થમાં ભારતીય ટીમને સાલશે. એકતરફ ટીમ માટે સૌથી મોટો પ્રશ્નએ સામે આવ્યો છે કે સીરાજનાબદલે ટીમ ઇલેવનમાં કોને મેઈન બોલર તરીકે સ્થાન આપવામાં આવશે જે અંગે હાલ બે નામો ઉપર ચર્ચા ચાલી રહી છે જેમાં પ્રથમ નામ ઇશાંત શર્માને તો બીજું નામ ઉમેશ યાદવ છે.
ટીમ ઇલેવનમાં સીરાજના સ્થાન પર ઇશાંતનો સમાવેશ થાય તેવી શક્યતા
પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારતીય ટીમમાં ઇશાંત શર્માને સ્થાન આપવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડયું છે અને શક્યતા પણ એ જ જોવા મળી રહી છે. આ અંગે વિરાટ કોહલીએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે સીરાજના બદલે જે બોલરને લેવામાં આવશે તે અંગે ટીમના હેડ કોચ અને ઉપસુકાની સાથે વાર્તાલાપ કરશે કારણ કે બંને વૈકલ્પિક બોલરો પોતાનું આગવું મહત્વ ધરાવે છે ત્યારે તેમનામાંથી જે સિલેક્શન કરવું ખૂબ જ અગત્યનું અને કપરું છે.
ત્રિજો ટેસ્ટ મેચ ભારત માટે ખુબ મહત્વનો બની રહેશે જેનું મુખ્ય કારણ એ છે કે, ટીમ સિરીઝ જીતવા માટે મેચ રમશે તો સામે આફ્રિકાની ટીમ પણ મેચ જીતી સિરીઝ પોતાના નામે અંકે કરવા માટે રમશે. સામે પ્રશ્ન પણ ઉભો થયો છે કે જો ત્રીજો ટેસ્ટ મેચ ડ્રો થાય તો બંને ટીમોએ એક એક મેચ જીત્યો છે જે સ્થિતિનું નિર્માણ ભારતીય ટીમ અથવા તો આફ્રિકાની ટીમ સહેજ પણ કરવા માટે ઇચ્છુક નથી. આથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ત્રિજો ટેસ્ટ કેચે કેપટાઉન ખાતે રમવા જઈ રહ્યો છે તે ખૂબ જ રોમાંચક તબક્કામાં જોવા મળશે. સાથોસાથ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે નું ફોર્મ પણ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે જો ભારતીય ટીમે વિજય હાંસલ કરવો હોય. ભારતીય ટીમમાં શાર્દુલ ઠાકુર ડાર્ક હોર્સ તરીકે સામે આવેલો છે ત્યારે ફરી આ ટેસ્ટ મેચમાં તેનું મહત્વ અને તેની જવાબદારી પણ એટલી જ વધશે.