હારિત ઋષિ પુરોહિતની ધૂમ મચાવતી સિંગાપુર વર્લ્ડ ફિલ્મ કાર્નિવલમાં વિજેતા વેબ સિરીઝ
ગુજરાતી વેબસીરીઝોની ડિમાન્ડ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. સુઘડ, સ્વચ્ત્રછ, પારિવારિક અને મનોરંજન સીરીઝનો યુગ આવી ગયો છે. ચા મંગાવો, ચા આવે અને ચા પીતા, પીતા જોઈ લોવાય તેવી છેલ્લી ચા તમારા પ્રિયજન સાથે કે તેની યાદને તાજી કરાવશે. નવોદિત અભિનેત્રી મ નાલી જોશી, વિરાજ વિજય પાટડીયાએ આ વેબસીરીઝથી તાજગીસભર અભિનય આપવાની શરૂઆત કરી છે.
વિખ્યાત કેમેરમેન કશ્યપ ત્રિવેદીએ કેમેરા અને લાઈટ્સથી અનોખા એંગલ સર્જયા છે.લેટ ધેમ પ્લે અને આપણે તો ધીરૂભાઈથી પ્રખ્યાત હારિતઋષી એ લેખન, દિગ્દર્શન કરેલ છે. અનેક એડ ફિલ્મ અને કોર્પોરેટર ફિલ્મના પ્રોડયુસર કુણાલ ભટ્ટ છે. જાણીતા મ્યુઝિક ડીરેકટર જયદીપ રાવલ અને બંગાળી ગાયક ગોવિંદાસરકારે મરીઝની ગઝલને ન્યાય આપવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. છેલ્લી ચા એમએકસ પ્લેયર ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પાર સ્ટ્રીમીંગ થઈ રહી છે