અષાઢ શુદ દશમ તા. 28.6.23ના દિવસે લગ્નનું છેલ્લુ મુહુર્ત છે. પંચાગના નિયમ મુજબ દેવતા પોઢી જાય એટલે લગ્ન થઈશકતા નથી અને દેવતાજાગે એટલે લગ્ન થઈ શકે છે.ગુરૂવારે તા. 29.6ના દિવસે દેવપોઢી એકાદશી છે.આથી લગ્નનામુૂહૂર્તોને બ્રેકલાગશે દેવદિવાળી તા.23.11ના દિવસે છે ત્યારબાદ લગ્નના શુભમૂહૂર્તો શરૂ થશે.
આ વર્ષે પુરૂષોતમ મહિનો હોવાથી ગુજરાતી મહિના પ્રમાણે આસરે સાડાપાંચ માસ પછી લગ્નના શુભ મુહુર્તોની શરૂઆત થશે.દિવાળી પછી લગ્નના શુભ મુહુર્તો નવેમ્બરમાસ તા.27/28/29 ડિસેમ્બરમાસ: તા. 6/7/8/14/15 આમ દિવાળી પછી નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં લગ્નના શુભ મુહુર્તો સારા છે. અને ત્યારબાદ 16/12/23થી 14/1/24 સુધી ધનારક કમુહુર્તા છે. અને ત્યાર પછી પણ લગ્નના સારા મૂહૂર્તો છે.
વ્રતોની યાદી
દેવપોઢી એકાદશી તા. 29-6-23 ગુરૂવારે તથા મોળકત વ્રતનો પ્રારંભ
જયા પાર્વતી વ્રત તા. 1-7-23 શનિવારે
ગુરૂપૂર્ણિમા તથા મોળાકત વ્રતનું જાગરણ તા. 3-7-23 સોમવારે
જયા પાર્વતી વ્રતનં જાગરણ તા. 5-7-23ને બુધવારે
કામીકા એકાદશી તા. 13-7-23 ગુરૂવારે
દિવાસો જાગરણ એવ્રત જીવ્રત તથા હરીયાળી અમાસ તા. 17-7-23 સોમવારે
– શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)