વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રશ્ર્નોતરી વર્ષ 2021-22નો કેગનો રિપોર્ટ રજુ
ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આ વખતે બજેટ સત્ર દરમિયાન કેટલીક વિશેષતાઓ જોવા મળી હતી. બજેટનું કદ પણ ઐતિહાસિક રહ્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવાની જરુરીયાત ઉભી થઇ હતી. 10 ટકાથી ઓછુ સભ્યસંખ્યા બળ હોવાના કારણે કોંગ્રેસને માન્ય વિરોધની માન્યતા આપવામાં આવી ન હતી. પ્રમાણમાં ઓછા અનુભવી મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ અનેક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા જયારે મંત્રીઓએ વિવિધ પ્રશ્ર્નોના જવાબ આપ્યો હતો.1પમી ગુજરાત વિધાનસભાનું ગત 1રમી ડિસેમ્બરના રોજ ગઠન થયું હતું.
મુખ્યમંત્રી ઉપરાંત 8 કેબિનેટ મંત્રી અને 8 રાજયકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. તાજેતરમાં ભુપેન્દ્રભાઇ પટેલ સરકારે બીજી કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા હતા આજે બજેટ સત્રના અંતિમ દિવસે સવારે 9 કલાકથી પ્રશ્ર્નોતરીનો આરંભ થયો હતો. જેમાં કૃષિ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને શિક્ષણ સહિતના વિવિધ વિભાગોની ચર્ચા થઇ હતી. બોર્ડ – નિગમોની કામગીરીનો અહેવાલ મેજ પર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2021-22 નો કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો હતો.
બજેટ સત્રના અંતિમ દિવસે ખાનગી યુનિવર્સિટીનું સુધારા વિધેયક રજુ કરવામાં આવ્યું હતું. ગત સોમવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા સત્ર સમાપ્ત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આજે સતત બીજા દિવસે ગૃહની કામગીરી વિપક્ષ વિના ચાલી હતી. બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મંત્રી મંડળના તમામ સભ્યો અને ધારાસભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
વિધાનસભા ગૃહની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કિરણ પટેલ અને ખેડૂતોના દેવા માફી મુદ્દે પ્લે કાર્ડ દેખાડયા
કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે બજેટ સત્રના અંત્મિ દિવસે ગૃહની કાર્યવાહીનો આરંભ થતાની સાથે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મહાઠગ કિરણ પટેલ મામલે અને રાજયના ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અલગ અલગ પ્લે કાર્ડ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાથી લઇ સડસ સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલ ગાંધીનું સંસદ સભ્યનું પદ રદ કરવામાં આવતા કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.રાજ સરકાર દ્વારા ચાલુ સાલના બજેટમાં ઓબીસી સમાજ અને આદિવાસી સમાજના ઉસ્થાન માટે અપુરતું ફંડ ફાળવવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો મુખ્યપ્રધાન જવાબ આપો, જવાબ આપો જેવા નારા લગાવ્યા હતા.
100 દિવસ સાથ, સહકાર અને સેવાના: મુખ્યમંત્રી આપશે હિસાબ
સાંજે નર્મદા હોલ ખાતે કરાશે ઉજવણી
1પમી ગુજરાત વિધાનસભાનું ગઠન ગત 1રમી ડિસેમ્બર-2022 ના રોજ થયું છે. મુખ્યમંત્રી તરીક ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત 16 મંત્રીઓએ શપથ લીધા હતા. ગત ર1મી માર્ચે ભુપેન્દ્રભાઇ સરકારે પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. આજે વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે 100 દિવસ સાથ, સહકાર અને સેવાના શિર્ષક હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ 100 દિવસનો હિસાબ રજુ કર્યો હતો સરારની પ્રથમ 100 દિવસની કામગીરી એકંદરે સારી રહેવા પામી છે. નવી સરકાર દ્વારા બજેટ પણ જનતાની અપેક્ષા મુજબ આપવામાં આવ્યું છે. જંગીના દર વમણા કરાયા બાદ લોકોની માંગણી અને લાગણીને ઘ્યાનમાં રાખી તેની અમલવારી 1પમી એપ્રિલ સુધી મોકુફ રાખવાની પણ ઘોષણા કરવામાં આવી છે.ભુપેન્દ્રભાઇ પટેલ સરકાર-ર ના તાજેતરમાં 100 દિવસ પૂર્ણ થતા આજે સાંજે બજેટ સત્ર પુરુ થયા બાદ ગાંધીનગર સ્થિત નર્મદા હોલ ખાતે તેની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ખુદ આ ઉજવણીમાં સામેલ થશે આ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યો પણ આ તકે ઉપસ્થિત રહેશે.