સામગ્રી
1 નંગ મોટું રીંગણ
1 નંગ ડુંગળી સમારેલી
15થી 20 કળી લસણ
2 ટીસ્પૂન આદુંની પેસ્ટ
1 નંગ ટામેટું
3 નંગ લીલા મરચાં
1 ટીસ્પૂન જીરું પાઉડર
1/2 ટીસ્પૂન હળદર
1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
1 ટેબલસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ રીંગણને સારી રીતે ધોઈ લો. હવે તેમાં કાપા પાડી લો. હવે આ રીંગણને બધી બાજુએ તેલ લગાવી લો. ત્યારબાદ તેને બધી જ બાજુએથી લસણની પેસ્ટ ભરી દો. હવે આ રીંગણને ડાયરેક્ટ જ ગેસ પર શેકાવા માટે મૂકી દો. ધીમા તાપે લગભગ ચારથી પાંચ મિનિટ માટે શેકો. બધી જ બાજુએથી રીંગણ પરફેક્ટ રોસ્ટ થાય એ વાતનું ધ્યાન રાખો. હવે તે બરાબર શેકાય જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. ત્યાર બાદ તેની છાલ કાઢી લો. હવે આ રીંગણને એક બાઉલમાં લઈને હાથની મદદથી બરાબર મેશ કરી લો. હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં આદુંની પેસ્ટ, લીલા મરચાં, હળદર, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો. બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ટામેટા ચઢી જાય એટલે તેમાં મેશ કરેલું રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો. બધા જ મસાલા અને સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે આ લસણિયા રીંગણને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ જ સર્વ કરો.