પંજાબ અને જમ્મુ-કાશ્મીરના પબ્લિક પ્લેસ તથા ઔદ્યોગિક એકમો આતંકવાદીઓના નિશાના ઉપર
પંજાબ તથા જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ તોયબાનો હેન્ડલર હાત્મીયા આનન મોટા આતંકી હુમલાની ફિરાકમાં ઘુસ્યો હોવાની સુરક્ષા તંત્રના ઈન્પુટના આધારે સઘન તપાસ ચાલુ છે.
સુરક્ષા તંત્રના ઈન્પુટ મુજબ આંતીક આનન શ્રીનગરનાં ભીડવાળા વિસ્તાર, જમ્મુના રેલવે સ્ટેશનો, સાંબા અને બ્રહ્માણાના ઈન્ડસ્ટ્રીયલ એરીયા, જમ્મુ ડેન્ટલ કોલેજની બોયસ હોસ્ટેલ તથા ભારતીય સૈન્યના કેમ્પ નજીકના ગુરદાસપૂર બ્રહ્મણા રોડને લગતા વિસ્તારો તેમજ પંજાબના કેટલાક વિસ્તારોમાં આતંકી હુમલો કરી શકે છે.
લશ્કર એ તોયબાનો આતંકી આનન કયાં છુપાયો છે તે જાણવા સુરક્ષા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. આતંકવાદી હુમલો કરવા તે સ્થાનિક સંપર્કનો ઉપયોગ કરી શકે તેવી શંકાએ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરનું અર્થતંત્ર ખોરવવા માટે પાકિસ્તાનનું આતંકી સંગઠન ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે. આ પ્રયત્નોને ઘણા અંશે સફળતા પણ મળી છે. હવે લશ્કર એ તોયબા જમ્મુના ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવે તેવી દહેશત છે. હાલ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ દળ આ મામલે સર્તક છે.
લશ્કર એ તોયબા પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક મદદથી અનેક હેન્ડલરોના માધ્યમથી આતંકી ગતીવિધી કરવામાં સફળ થાય છે. હવે તોયબાનો આતંકી જમ્મુ-કાશ્મીરની આર્થિક ધરી તોડવા માટે પ્રયત્નશીલ હોવાના ઇન્પુટ સુરક્ષા તંત્રને મળ્યા છે. પરિણામે સઘન તપાસ ચાલુ છે.