સેન્સેક્સ :- અમેરિકા અને ચીન ટ્રેડવોર મુદ્દે નવો વળાંક અને ફોરેક્સ માર્કેટમાં રૂપિયાએ બજારનો મૂડ ખરાબ થવા સાથે રિટેલ ફુગાવો વધીને આવતા તેની પણ અસર જોવા મળી છે. વૈશ્વિક બજારો, એફઆઇઆઇની ખરીદી પર આજે મુવમેન્ટ જોવા મળશે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૦૧૧૬.૦૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૧૭૮.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૦૨૬.૯૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૦૮૬.૧૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર:- બજારની તેજીની ગાડીને બ્રેક લાગતા ફરી નિફ્ટી ૧૨૦૦૦ પોઇન્ટની અંદર સરક્યો છે એટલું જ નહિં ૧૧૯૦૦ પોઇન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી અંદર સરક્યો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૬૩.૨૫ સામે ૧૧૮૭૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૨૫.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૮૩૬.૨૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
ગોલ્ડ-સિલ્વર:- સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં ભાવ સપાટી નરમ પડવા સાથે સ્થાનિકમાં માગ ઠંડી રહેતા ભાવ ઘસાઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને ૧૪૫૦ ડોલર અને ચાંદી ૧૬.૮૦ ડોલરની સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યાં છે. આગામી સમયમાં ડોલરની ચાલ કેવી રહે છે અને હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્ક તથા ગોલ્ડ ઇટીએફની ખરીદી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી ઉપર ૩૮૧૬૬ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૭૦ અને ૩૮૪૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૦૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૪૦૦૦ની સપાટી ઉપર અત્યારે ૪૪૭૩૦ની સપાટી રહી છે. જે ઉપરમાં ૪૫૦૦૦ – ૪૫૨૫૦ અને નીચામાં ૪૪૫૦૦ સુધી જઇ શકે.
ક્રૂડ:- ક્રૂડમાં બે તરફી રેન્જ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દે સમાધાન થાય અને ચીનની ખરીદી આવે તો ક્રૂડમાં સુધારો આવી શકે છે પરંતુ માગ કરતા પુરવઠો વધુ હોવાથી ક્રૂડમાં ઝડપી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. એમસીએક્સ નવેમ્બર ૪૧૪૧ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૧૭૦ અને ત્યાર બાદ ૪૨૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૪૦૦૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.
સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ચોથા દિવસની શરૂઆત સાવચેતીએ સાંકડી વધઘટે થઈ હતી. વૈશ્વિક મોરચે હોંગકોંગમાં સતત અશાંતી અને અને અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ મામલે અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નજીવી પ્રગતિ સાથે આ ડીલ નહીં થવાના સંજોગોમાં ટેરિફ વોર ફરી વકરવાની ચેતવણી આપતાં વૈશ્વિક બજારોમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારોમાં પણ ફંડોએ સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન વધુ હળવી કરી હતી. વૈશ્વિક બજારોમાં ધોવાણનની સાથે ભારતમાં આર્થિક મોરચે નેગેટીવ પરિબળો વધતાં જઈ ભારતની આર્થિક અધોગતિ વધવાના એંધાણ અને રાજકીય મોરચે પણ દેશની આર્થિક રાજધાની મુંબઈ-મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ બાદ સતત સત્તાનો સંઘર્ષ ચાલતો રહેતાં અનિશ્ચિતતા વચ્ચે ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે ફરી નવી એનપીએના વધેલા જોખમ અને ધિરાણ વૃદ્વિ ફરી મંદ પડવાના એંધાણ વચ્ચે ફંડોએ બેંકિંગ શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે પાવર-કેપિટલ ગુડઝ, ફાર્મા-હેલ્થકેર, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોના ઓફલોડિંગ જોવા માળિયું હતું. સેન્સેક્સ-નિફટી બેઝડ મંદી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો,ઈન્વેસ્ટરોની વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૦ અને વધનારની સંખ્યા ૬૭૧ રહી હતી. ૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્રને ઘેરી વળેલા મંદીના વાદળ આગળ જતા વધુ ઘેરા બનવાની શકયતા છે. ભારતમાં વર્તમાન નાણા વર્ષનો આર્થિક વિકાસ દર ઘટીને પાંચ ટકા સુધી રહી શકે છે અને તેમાં ઘટાડાનું જોખમ પણ રહેલું છે. વૈશ્વિક નાણાં બજારો ભારતમાં વૃદ્ધિ મંદ પડી રહ્યાનું જોઈ રહી છે જે ભારત માટે એક સમશ્યા છે. આગળ જતા રૂપિયાની મૂવમેન્ટ કેવી રહે છે તેના પર પણ બજારની ચાલ નિર્ભર રહેશે. જોકે, કોર્પોરેટ ઇન્ડિયાના પરિણામો સારા આવી રહ્યાં છે જેના કારણે બજારને સપોર્ટ છે. સંપૂર્ણ બેન્કીંગ વ્યવસ્થા જોખમ લેવાનું ટાળી રહી છે ત્યારે મંદીમાંથી બહાર આવવાનું અને લોકોની માનસિકતા બદલવામાં ઘણો જ સમય નીકળી શકે છે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર:- (૧૧૮૩૦):- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૭૮૭ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૮૬૦ પોઈન્ટ થી ૧૧૮૮૮ પોઈન્ટ, ૧૧૯૦૯ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
લાર્સેન લિમિટેડ (૧૩૯૩):- રૂ.૧૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૭ ના બીજા સપોર્ટથી ક્ધસ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ઇન્ફોસિસ (૬૯૭):- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૪ થી રૂ.૭૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૮૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
મહિન્દ્રા મહિન્દ્રા (૫૭૦):- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે