અપ્રમાણસર મિલ્કત અંગે નોંધાતો ગુનો: એસીબીના ઇતિહાસમાં સૌથી વધુ અપ્રમાણસર મિલ્કત મળી
ગુજરાતમાં સૌથી પ્રથમ વધુ રૂ. ૩૦ કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યુરોએ ઝડપી પાડી છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે ૧૧ ફતસીફ કાર, ૨ બંગલા, ૩ ફ્લેટ અને ૧૧ દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. અઈઇએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરાયો
ગુજરાત અઈઇએ ઇતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કરેલો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળતાં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા તમામ વસ્તુ ચકાસી માહિતી મેળવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતાં ૧૨૨.૩૯ ટકાથી વધારે એટલે કે રૂ. ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. આ પ્રકારનો પ્રથમ કેસ છે. ૨૦૨૦માં ૩૮ ગુના દાખલ કરેલા જેમાં રૂ. ૫૦ કરોડ ઉપર રકમ થતી હતી. ચાલુ વર્ષે પ્રથમ માસમાં ૩ ગુના દાખલ કરતા તેમાં રૂ. ૩૩ કરોડ ઉપર રકમ થાય છે. હાલ પ્રાથમિક તપાસમાં ગુનો દાખલ કરેલો છે. પરિવારજનોના નામે મિલકત વસાવી
નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે. ૧૮ જેટલા સર્વે નંબર છે. ૨ પ્લોટ. ૩ ફ્લેટ. ૨ બંગલો. ૧૧ દુકાન. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. ચેહર અને જય રણછોડ શોપ છે. ૧૧ લટ્ટુરિયસ કાર છે. જેમાં ઇખઠ, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ કાર છે. ટોટલ એમના અને એમના પરિવારના મળીને ૩૦ જેટલા બેન્ક એકાઉન્ટ છે. કારની ૩ કરોડ જેટલી. ૪ કરોડ જેટલા નાણા બેંકમાં ટ્રાન્સફર કર્યા હશે.
૩૮ કેસ કરીને ૫૦ કરોડની બેનામી મિલકત શોધી
વર્ષ ૨૦૨૦માં ૧૯૮ કેસ કરીને ૩૦૭ ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-૧ના ૭ બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના ૩૮ કેસ કરીને રૂ. ૫૦.૧૧ કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે ૨૦૨૦ના વર્ષમાં કેસોમાં સજાનો દર ૪૦ ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ ૩૧ દિવસ સુધી જેલવાસ થયો હતો.
બેનામી મિલકત યુનિટ સૌપ્રથમ ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચનામાં વર્ષ ૨૦૨૦માં દ્વારા પકડાયેલા ૨૭૫ આરોપીને કુલ ૮૫૧૩ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં ૫૬ આરોપી સાથે સુરત પહેલા નંબરે, ૫૩ આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને ૪૪ આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા છે
રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા અનેક પ્રયાસો બાદ પણ લાંચિયા અધિકારીઓનો લોભ થોભતો નથી. ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ૧૦૬૪ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જાહેર સેવકોએ વસાવેલી અપ્રમાણસરની મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢી તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત એસીબીમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ ની રચના કરી છે.