ગ્રહ પર અનેકવિધ સ્થળ પર ૯૦ ટકા પાણીનો સંગ્રહ હોવાનું આવ્યું સામે
મંગળ ગ્રહ પર અનેકવિધ રહસ્યો પરથી પડદો ઉઠી રહ્યો છે ત્યારે ફરી એક વખત વૈજ્ઞાનિકોને ધારી એવી સફળતા મળી છે. જેમાં મંગળ ઉપર પાણીના વિશાળ ઝરણાઓ શોધાયા હતા. ગ્રહ પર અનેકવિધ સ્થળ પર ૯૦ ટકા પાણીનો સંગ્રહ હોવાનું પણ સામે આવ્યું છે. બરફની પાટ પણ એક એક કિલોમીટર જેટલી ઉંડી હોવાનું પણ રીસર્ચમાં સામે આવ્યું હતું. એટલે વૈજ્ઞાનિકો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, પહેલાના સમયમાં આ વિસ્તારમાં માનવ વસવાટ હોય શકત.
યુનિવર્સિટી ઓફ ટેકસાસ અને યુનિવર્સિટી ઓફ એરીઝોનાની ટીમ દ્વારા આ અંગે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંગળ ગ્રહ ૧.૫ મીટર પાણીથી ઘેરાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. નાસાનું માર્સ ઓરબીટર તરફથી મળતી તસ્વીરોના આધારે વૈજ્ઞાનિકો અને સંશોધકોની ટીમે આ અંગેનું રિસર્ચ કરતા અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. બરફની પાટ અને મંગળ ગ્રહ પરનું વાતાવરણ પૃથ્વી જેવું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના કારણે એ વાત સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની વાતાવરણમાં મનુષ્ય જાતિનો વસવાટ થયો હોત. સંશોધક ટીમ દ્વારા રેતી અને બરફની પાટ કે જે ગ્રહ પરના ૯૦ ટકા જેટલી જગ્યા પર હોવાનું પણ તારણમાં બહાર આવ્યું છે.
સંશોધકનું એવું પણ માનવું છે કે, મંગળ ગ્રહ પર સદી પહેલા બરફથી ગ્રહ આખો બન્યો હતો જેનું હાલની સદીમાં બરફની પાટ પણ જમીન અંદર હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તેના પર રેતી ફરી વળી હોવાનું પણ સામે આવે છે જેનું કારણે સોલાર રેડીએશન પણ હોય શકે છે.
અંતમાં વાત કરવામાં આવે તો સંશોધકોને પાણીના વિશાળ ઝરણાઓ મળતાની સાથે એ વાતની તો પુષ્ટી થઈ ગઈ છે કે પહેલાના સમયમાં ગ્રહ ઉપર માનવ સૃષ્ટિનો વસવાટ રહી શકયો હશે. ત્યારે સંશોધકો દ્વારા વધુને વધુ મંગળ ગ્રહ વિશે માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે કારણ કે મંગળ ગ્રહ એ પ્રકારનો ગ્રહ છે કે જેમાં અનેકવિધ રહસ્યો દફનાયેલા છે જેમાં માનવ સૃષ્ટિ પણ હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે ત્યારે અત્યારના વૈજ્ઞાનિકો મુખ્યત્વે મંગળ ગ્રહ પર માનવ સૃષ્ટિના અવષેશો શોધવા માટે અનેક સંશોધન કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.