ઊના તાલુકા ના કાંધી ગામે મોટા પાયે રેતી ચોરી ચાલી રહી છે…..ઊના તાલુકાના કરોડો રૂપિયાની ખનિજ ચોરી હોવાનુ જણાય છે એવામાં કાંધી ગામમાં રેતી ચોરીનુ મોટુ કૌભાંડ બહાર આવ્યાનું જણાયું છે એજ ગામના અમુક લોકો પોતાના જે.સી.બી રાવલ નદીમા મુકીને લાખો રૂપિયા રેતી ચોરીનુ કૌભાંડ ચલાવી રહયા છે એ સિવાય બીજા પણ અનેક બે નંબરના ધંધા કરે છે અને જ્યારે અધીકારી કોય તપાસ કરવા જાય છે.
ત્યારે એજ ગામના રેતી ચોરો અન્ય બીજા ગામના લોકોના નામ આપી ને છટકી જાય છે ઊના તાલુકાના તા.24.4.2018 અખબારના અહેવાલથી ખાણ ખનિજ ગિર સોમનાથ અધિકારીઓ શ્રી રવિ મીશ્રતરી તથા અન્ય ત્રણ અધિકારી એ રાત સમયે નદીમા થી જી.સી.બી અને ટેકટર પકડતા અધીકારી ઉપર પથ્થર મારો કરતા ભાગવું ભારે પડયું એવુ ગામના લોક મુખે ચર્ચાય રહયુ છે જો આવા માથા ભારે શખ્સો ધંધા કરતા હોય અને અધિકારીઓની સાથે આવું કરે તો ગામના લોકોની શુ હાલત થતી હશે! આ રીતે કાંધી ગામના રેતી ચોર ઉપર ખણ ખનિજ કેવા પગલા પગલા ભરશે એતો સમય બતાવશે………
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com