શોભાયાત્રામાં ચારણ સમાજ સહિત અઢારેય આલમના લોકો ભક્તિભાવ સાથે જોડાયા : માઁ સોનલના જય જયકારથી વાતાવરણ બન્યું ભક્તિમય : શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત: લોક ડાયરામાં પણ નામી કલાકારોએ પીરસ્યો ભક્તિરસ
મઢડા સોનલધામ ખાતે ભાવિકોના ઘોડાપુર
માઁ સોનલના ૯૬માં જન્મોત્સ નીમીતે ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ અને ખોડીયાર ગઢવી યુવક મંડળ દ્વારા માઁ સોનલના વડમાં જન્મોત્સવ નીમીતે તા.ર૭મીના રોજ એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હકુભા ગઢવી, ખીમજીભાઇ ભરવાડ જેવા ખ્યાતનામ કલાકારોએ દુહા છંદની રમઝટ બોલાવી હતી. ડાયરામાં જુનાગઢથી નાગલબાઇ ધામથી મનુભા અને ચારણ સમાજનાઅગ્રણીઓ અને સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
સોનલમાંના ૯૬માં જન્મોત્સવ નીમીતે સમગ્ર ચારણ ગઢવી સમાજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંતો મહંતો તથા કચ્છથી માતાજી પધાર્યા હતા. આ રેલીનું પ્રસ્થાન રાજકોટના ઠાકારો માંધાતા દ્વારા કરવામાં આવ્યું હતું. લીમડા ચોકથી શરુ થયેલી આ રેલીનું રાજકોટના રાજમાર્ગો પરથી પસાર થઇ હતી ત્યારે અનેક સમાજો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી ખોડીયાર નગર એ સમાપ્ત થઇ હતી. આ રેલીમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રકાશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઇ સોનલ માંનો ૯૬મો જન્મોત્સવ છે. ત્યારે રાજકોટ સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા પ્રથમ વખત રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં જુદા જુદા વિસ્તારોમાં સમગ્ર સમાજના આગેવાનો જોડાઇને રેલી નીકળી હતી. લીમડા ચોકથી શરુ થયેલી રેલી શહેરના અનેક વિસ્તારોમાં ફરી ખોડીયાર નગર એ ખતમ થશે આ રેલી શરુઆત રાજકોટના રાજવી માંધાતાશ્રી દ્વારા કરવામા આવી હતી. મનોજભાઇ પાલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોનલમાંના ૯૬માં જન્મોત્સવ નીમીતે રાજકોટમાં સૌ પ્રથમ વખત યોજાયેલ રેલીમાં રાજકોટના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજની શોભાયાત્રા સંતો મહંતો તથા માતાજીની ઉ૫સ્થિતિમાં ઠાકોર માંધાતાશ્રીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી છે. ખોડીયાર યુવક મંડળ દ્વારા છેલ્લા રપ વર્ષથી સોનલ માનો જન્મોત્સવ ઉજવાય છે. તથા રેલી બાદ વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજનોને સમગ્ર સમાજ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. મુનાભાઇ ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ચારણ ગઢવી સમાજ અને ખોડીયાર યુવક મંડળ દ્વારા ભવ્ય રેલી રાજકોટ ખાતે પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. સાથે માં સોનલના ઉપાસકો અહિં ઉપસ્થિત રહી માંના ૯૬માં જન્મોત્સવ નીમીતે રાજકોટના ઠાકોર માંધાતાશ્રી દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
‘અબતક‘ સાથેની વાતચીતમાં જુનાગઢના નાગલનેશ ગીરથી પધારેલા મનુમાંએ જણાવ્યું હતું કે રાજકોટના આગંણે આજ પધારી ચારણ સમાજ એકત્રિત થઇ માં સોનલની બીજ ઉજવે અને ઠેર ઠેર તેની ઉજવણી થઇ રહી છે. માં સોનલે ચારણ સમાજ માટે ખુબ મહેનત કરી અને પર માં વર્ષે પોતે લીલા કરી ગયા. આથી ચારણ શકિતને જાગૃત કરવા મા સોનલે ખુબ મહેનત કરી છે અને ચારણ ક્ધયાની જોગમાયા હજુ મોજુદ છે. માં સોનબાઇએ સમાજ સુધારવા માટે સપનાઓ જોયા હતા. જેના કારણે આજ વર્તમાનમાં ગઢવી સમાજના અધિકારીઓ, તબીબો અને જજ જેવા હોદાઓ છે ત્યારે મા સોનલના સપના સાકાર થયા હોય તેવું લાગે છે.
જુનાગઢમાં મા નાગબાઇએ ૬૫૦ વર્ષ પહેલા સ્થાપના કરી, જયાં હું નાગલનેસ માં જગદમ્બાની પ્રેરણાથી બીજી પેઢી વસી પરઁપરાગત અને મા નાગબાઇનો ર૧મી પેઢીથી આ ગરાસી ચાલ્યો આવે છે. અને ચારણની દિકરીઓને માનો સથવારો કાયમ હોય છે. મા સોનલને જે લોકોએ સોનલ બીજ નીમીતે ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે બહોળી સંખ્યામાં લોકો બીજ ઉજવવા થઇ રહ્યા છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં ખોડીયાર ગઢવી યુવક મંડળ પ્રમુખ પ્રકાશભાઇ કવાતએ જણાવ્યું હતું કે માં જગદંબા અને ચારણ સમાજના ઉજવળ ભવિષ્ય ગણાય અવા મા સોનલના ૯૬માં જન્મોત્સવ નીમીતે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ છે જે ઉજવણીમાં અમે આનંદ અને હર્ષની લાગણીનો અનુભવ કરીએ છીએ. છેલ્લા રપ વર્ષથી અમારા દ્વારા સોનલ બીજ ઉજવવામાં આવી રહી છે. જેમાં સમગ્ર રાજકોટ ચારણ ગઢવી સમાજનો સંપૂર્ણ સહકાર છે. અને આ વર્ષે મા સનોબાઇની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે તમામ સમાજના અગ્રણીઓ સહકાર મળી રહ્યો છે.
મા સોનલના ૯૬માં જન્મોત્સવ નીમીતે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારણ સમાજ દ્વારા અધિકારીઓનુ: સન્માન કરવામાં આવશે. તેમજ હકાભા ગઢવી, ખીમજીભાઇ ભરવાડ અને હમીરભાઇ ગઢવી જવા લોક કલાકારો ડાયરામાં રમઝટ બોલવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ૧૦૦ જેટલી યુવાનો દોઢ મહિનાથી મહેનત કરી રહ્યા છે. જેના ભાગરુપે આજરોજ અને કાર્યક્રમને સફળ સાબીત કરી રહ્યા છીએ.
સાથો સાથ ખોડીયાર ગઢવી યુવક મંડળ દ્વારા વિઘાર્થીઓ માટે શિક્ષણની જાગૃતિ અને ઉજવળ ભવિષ્ય માટે પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિઘાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવે છે. સાથે નવરાત્રી પર ચારણ સમાજની દિકરીઓ માટે અને લગ્નમાં કરીયાવર સમયે મદદરુપ થાય તે માટે નોરતામાં પણ દિકરીઓને ઇનામોની વણજાર આપવામાં આવે છે. આ રીતે ચારણ સમાજના વિઘાર્થીઓ અને દિકરીઓનું શિક્ષણ અને સાંસ્કૃતિક સિંચન કરવામાં આવે છે.
‘અબતક’સાથેની વાતચીતમાં પ્રસિઘ્ધ લોક ગાયક ખીમજીભાઇ ભરવાડે જણાવ્યું હતું કે ૭૧ વર્ષની ઉમરે પણ હજુ કલાકાર તરીકે ઉમરનો અભાવ અનુભવું છે. છેલ્લા રપ વર્ષની ખોડીયાર ગઢવી યુવક મંડળ દ્વારા બીજ ઉજવામાં આવે છે ત્યારે આજરોજ અહિયા ઉપસ્થિત રહી હું ધન્યતા અનુભવું છું. સોનલ બીજ જે મઢડામાં ઉજવાય છે. ઠેર ઠેરથી કલાકારો અને લોકો ઉજવણીમાં ઉ૫સ્થિત રહે છે. જુના અને પ્રત્યાત કલાકારો કે જે પીઢ કલાકારો કહેવાતા એ લોકોની કલાને આપણે ભૂલી ના શકીએ. ભીખુદાન વિશે અફવા સાંભળી મારી લાગણી દુભાગ્ય છે.
પણ જો મારા માટે કહું તો હું જે ચારણને માનું છું એની અલગ જ વાત છે. અને પીઠડ દેવી જે હાથમાં લાકડી રાખે અને ભેસ ચારવા જતા એ રંગ જ અલગ હતો. ચારણના નેસડામાં જો દિકરીનો જન્મ થાય તો પણ આ ધરતીમાં ધ્રુજે છે. ચારણ સમાજને મારી એટલી જ વિનંતી છે કે ચારણ સિવાય કોઇ ઓળખાણ જરૂરી ન લાગવી જોઇએ.
‘અબતક’ સાથેની વાતચીતમાં બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રુમખ ગૌ રક્ષક સમીતીના ગુજરાત પ્રમુખ અને રાષ્ટ્રીય કરણી સેનામાં સંગઠન મંત્રી સામતભાઇ જેબલીયાએ જણાવ્યું હતું કે કે છેલ્લા રપ વર્ષથી ખોડીયારનગર ચારણ ગઢવી સમાજ દ્વારા જે સોનબાઇ માતાના બીજેત્સવ ઉજવે છે. એ અનેરો લાદવો છે અને તે લોકો ધન્યવાદને પાત્ર છે. આજરોજ સોનબાઇ માતાના વડમાં જન્મોત્સવ નીમીતે ઉજવણી થઇ રહી છે. ત્યારે ઠેર ઠેર ભવ્ય ઉજવણી થઇ રહી છે. અને જેની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય દિવસ માનીને કાઠી ચારણ સમાજ માટે આ એક અનેરો દિવસ કહેવાતી અને જે સોનબાઇ માતાએ ચારણ સમાજ અને ક્ષત્રીય સમાજ માટે કર્યુ છે. એ રસ્તે જો લોકો ચાલે તો કોઇ દુ:ખી ન થાય.