- વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ
- વડાપ્રધાનના આગમનને લઇ ભારે ઉત્સાહ: અઠી લાખ લોકોનો થશે ‘જમણવાર’
જસદણના આટકોટ ખાતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે શનિવારે સવારે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનની ઉપસ્થિતિ સમયે બે થી અઢી લાખ લોકો એકત્ર થશે.
જે લોકો સભામાં આવ્યાં હશે તે પૂર્ણ થયાં બાદ આયોજકોએ એક ફરસાણ મીઠાઈ દાળ, ભાત, શાક, રોટલી જેવી ઉત્તમ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રસોડામાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રસોડામાં બે થી અઢી લાખ લોકો ભોજન લેશે એવી આયોજકોને ધારણા છેે. આઅંગે જસદણ ભાજપના આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અગ્ર હરોળની આ હોસ્પિટલ આટકોટમાં બનતાં ખાસ કરીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમવાર જસદણ પંથકમાં આવતા હોય દરેક સમાજના નાના મોટેરાઓમાં ખુશાલીનું ઘોડાપૂર ઉમટ્યું છે, લોકોનાં ભોજનમાં પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે. આ વ્યવસ્થા માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે.