માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાનું કરાયું
સન્માન: સૈન્ય અધિકારી બીપીન રાવતને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી
રાજકોટ શહેરની પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં હંમેશા વર્ષોથી ભા.જ.પ. લીગલ સેલની સમ2સ પેનલનો દબદબો રહયો છે. સમ2સ પેનલના ઉમેદવારો વકીલોના પ્રશ્ને જાગૃત અને વકીલો માટે લડાયક હોય તેવા ઉમેદવારો તરીકે પ્રમુખ અમીત ભગત, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી દીલીપ મહેતા, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ખજાનચી જીતુ મહેતા તથા લાઈબ્રેરી સેક્રેટરી માટે સુમીત વોરાને ચુંટણી જંગમાં ઉતારતા એક તરફી વાતાવરણ ઉભરી આવ્યુ છે. આ કાર્યક્રમની શરૂઆતમાં બીપીન રાવતના દુ:ખદ અવસાનથી વકીલોએ તેમને શ્રધ્ધાંજલી આપવા બે મીનીટ મૌન પાડી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
શનિવારે સમ2સ પેનલના કાર્યાલયના ઉદ્ઘાટનમાં એડવોકેટ, સીન્ડીકેટ સભ્ય કોર્પોરેટ નેહલ શુકલએ પોતાને ભા.જ.પ. લીગલ સેલે સેનેટમાં પોતાને ત્રણ વખત ચૂંટી કાઢેલ પક્ષ મોટો છે, મહત્વનો છે, વ્યકિત નહી પક્ષે જે નકકી કરેલું છે તે ઉમેદવારોને એકસંપ થઈને મતદાન કરી જીત હાંસલ ક2વા હાકલ કરી હતી. જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા તમામ ઉમેદવારોનો પરીચય તેમની કામ ક2વાની પધ્ધતી પોતાની આગવી શૈલીમાં મહાભારત, રામાયણના પાત્રોની કાર્યશૈલીઓ પધ્ધતી સાથે સરખાવી મત આપવા અપીલ કરી છે.
ભાજપ લીગલ સેલના સંયોજક અંશ ભા2દ્વાજે ભાજપ લીગલ સેલ તેમની નિમણુંક પછી પ્રથમ ચૂંટણી હોય, તેમજ લીગલ સેલ દ્વારા થતા કામોની યાદી કરેલ અને લીગલ સેલ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનાં મેમ્બરે 2જકોટના વકીલોના પ્રશ્નો અંગે કરેલી સફળ રજૂઆતો વકીલોને પડતી મુશ્કેલીઓમાં કરેલા લડતો તથા નોટરીઓને પડતી મુશ્કેલી અંગે નિરાકરણ લાવવા અને દેશ વ્યાપી આંદોલનના આગાહી કરી હતી.પ્રમુખ પદના ઉમેદવારો અમીત ભગત, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી દીલીપ મહેતાએ ચુંટણી લક્ષી પ્રાસંગીક પ્રવચનો કરી અને સમરસ પેનલને જંગી બહુમતી થી ચુંટવા અપીલ કરી હતી.
કારોબારી મેમ્બરો નૃપેન ભાવસાર, સ2જુદાસ દુધરેજીયા, કેતન મંડ, મનીષ પંડયા, નૈમીષ પટેલ, અજય પીપળીયા, કીશન ટીલવા તથા મહિલા ઉમેદવાર હીરલબેન જોષીએ વિશાળ સભાને પોતાના કાર્યનો પરીચય આપેલો હતો અને સમગ્ર પેનલને બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.
આ વકીલોની નવસોની જનમેદનીમાં વકીલ જયેશ બોઘરાની મોર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે વરણી થતા તેમનું તથા વકીલ કિશન ટીલવાની યુવા ભા.જ.5. પ્રમુખ તરીકે નિમણુંક થતા તેમનું ભાવભર્યું ઉષ્મા ભર્યું સ્વાગત કરી અને બંનેએ પોતાના સન્માનનો પ્રતિભાવ આપ્યો હતો અને નાની ઉંમર હોવા છતા લીગલ સેલના પરીણામે મોટું સ્થાન પ્રાપ્ત થયાનું જણાવ્યું છે.
સમગ્ર વકીલ આલમમાં 300 વકીલોનું મતદાન હોય, તેમાંથી 900 વકીલો સમરસ પેનલના સમર્થનમાં હાજર હોય, આ વકીલ ભાઈ-બહેનોની સંખ્યા જોતા જ સમરસ પેનલના જીતના પાયા નાંખી દીધેલ છે અને સ્પષ્ટ બહુમતીથી ચૂંટણી જીતી જવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ શહેરના રેવન્યુ બા2, ક્રિમીનલ બાર, મહીલા બા2, જુનીયર બાર એસો., કલેઈમ બા2નો સમરસ પેનલને સમર્થન મળતા સમરસ પેનલને ખુલ્લો સપોર્ટ આપવા માટે સંમેલનમાં મોટી સંખ્યામાં વિવિધ બાર એસો.ના પ્રમુખો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લીગલ સેલના હિતેશ દવે તથા પુર્ણાહુતી રેવન્યુ બા2ના પ્રમુખ ભાજપ લીગલ સેલના સહ સંયોજક સી.એચ. પટેલ આગવી ઢબે શબ્દોથી કરી હતી.