ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ની હાલત ’ મગર ની પીઠ’સમી બનવા પામી છે.હાઇવે પર ઠેરઠેર મોટા ગાબડા વાહનો ના ખાપીયા તોડ બની રહ્યા છે.ખાસ કરી ને રીબડા અને શાપર કે શાપર થી આગળ નો માર્ગ અત્યંત બદતર બન્યો છે.તાજેતર મા શાપર ઓવરબ્રીજ પાસે ગાબડા મા ટ્રક ફસાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો,વાહનો નુ ફસાવુ તથા ટ્રાફિક જામ ની ઘટનાઓ અહી રોજીંદી બની રહી છે.
હાઇવે ઓથોરિટી દ્વારા હાલ થીગડા મરાઇ રહ્યા છે.પરંતુ તે રાહદારીઓ ની પરેશાની દુર કરવા મા સફળ બન્યા નથી.બદતર હાલત ના નેશનલ હાઇવે થી ત્રસ્ત વાહનચાલકો ભરુડી ટોલનાકા ની ગેરવ્યવસ્થા થી વધુ ત્રસ્ત બની રહ્યા છે.ફાસ્ટટેગ ની સુવિધા અહી હાંસીપાત્ર બની રહી હોય તેમ બુથ પસાર કરવા વાહનો ની લાંબી કતારો લાગે છે.
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરીવહન માટે ધોરીનશ ગણાય છે.આ માર્ગ પર થી વેરાવળ,સોમનાથ,દિવ,જુનાગઢ, પોરબંદર સહિત પયઁટન સ્થળો નો મોટા ટ્રાફિક ની આવન જાવન રહેછે.આ નેશનલ હાઇવે પર થી ધારાસભ્યો,સાંસદો ની રોજીંદી આવન જાવન હોવા છતા પ્રજા ના આ પ્રતિનિધિઓ ના પેટ નુ પાણી હલતુ નાં હોય લોકો મા તિવ્ર આલોચના થઈ રહી છે.ટોલનાકા ના ટ્રાફિક જામ તથા માર્ગ ની બદતર હાલત અંગે તાકીદે યોગ્ય પગલા લેવાય તેવી માંગ પ્રબળ બની છે.