છેલ્લા સાડાચાર વર્ષના ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજયમાં રર વર્ષથી ભાજપના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહીત જીવન જરુરીયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને ગરીબ સામાન્ય મઘ્યમ વર્ગ અસહ્ય મોંધવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. પ્રજા સમસ્યાઓને વાચા આપવા અને પ્રજાના અવાજને રજુ કરવા તથા અસહ્ય મોંધવારી સાથે વિરોધ વ્યકત કરવા દશેરાના દિવસે મોંધવારી, કોમવાદ, બેરોજગારી, જેવા દશ માથારુપી ભાજપના રાવણ રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ સમીતી દ્વારા દશેરાના દિવસે તમામ શહેર-જીલ્લા- તાલુકા મથકે મોંધવારીના રાક્ષસનું દહન કરાયું હતું. કાર્યક્રમમાં મયુરસિંહ જાડેજા, ગોવિંદભાઇ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ સોજીત્રા, મનસુખભાઇ, જયદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઇ, જસાભાઇ વગેરે ઉ૫સ્થીત રહ્યા હતા.