લાખો ઉમેદવારો માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકશે: આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, ક્ધનડ, તમિલ, ઉર્દુ સહિતની ભાષાઓ પરીક્ષા લેવાશે
કેન્દ્ર સરકારે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા આયોજીત સરકારી નોકરીની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત 1પ ભાષાઓમાં યોજાવાનો નિર્ણય કર્યો છે. આ ઐતહાસિક નિર્ણયથી સ્થાનીક યુવાનોની ભાગીદારી અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન મળશે. આ નિર્ણયના પરિણામે લાખો ઉમેદવારો તેમની માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં પરીક્ષામાં ભાગ લઇ શકશે અને તેમની પસંદગીની સંભાવનાઓમાં વધારો કરી શકશે એટલે કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાષાઓનો બાધ રહેશે નહીં.
કર્મચારી, જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, 1પ ભારતીય ભાષાઓમાં સરકારી નોકરીની પરીક્ષા લેવાનો તાજેતરમાં નિર્ણય કરાયો છે. તેનાથી ભાષામાં અવરોધ દેશના કોઇપણ યુવકને નોકરીની તક ગુમાવવી પડશે નહી. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત પ્રશ્ર્નપત્ર 13 પ્રાદેશિક ભાષાઓમાં સેટ કરવામાં આવશે. આ ભાષામાં આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તાલિમ, તેલુગુ, ઓડિશા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોકણીનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા નવ કરતાં વધુ વર્ષોમાં સતાવાર ભાષા હિન્દી ઉપરાંત ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિ થઇ છે. અંગ્રેજી અને હિન્દી સિવાય અન્ય ભાષાઓમાં એસએસસી પરીક્ષાઓ યોજવા માટે વિવિધ રાજયોમાંથી સતત માંગ કરવામાં આવી રહી હતી. સ્ટાફ સિલેકશન કમિશને તાજેતરમાં ઉમેદવારો માટે 1પ ભાષાઓમાં તેમની પરીક્ષા લખવા માટેનું ફોર્મેટ બહાર પાડયું છે. અને તમામ રર અનુસુચિત ભાષાઓમાં લેખીત કસોટીને મંજુરી આપવાની યોજનાઓ ચાલી રહી છે. એટલે હવે કે, સરકારના આ નિર્ણયથી આંતરીયાળ વિસ્તારોમાં વસતા અનેક યુવાનો સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પોતાની માતભાષામાં આપી શકશે.