રક્ષીત અભ્યારણમાં મીઠાના અગર ઉભા કરવા ખોદાણ તંત્રની નજરે ચડતું નથી ?
કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત છે. પરંતુ હળવદ ઘુડખર અભયારણ્યની કાંધીમાં આવેલા મંદરકી અને વેણાસર ગામની વચ્ચે સાગરતળાવની ઉત્તર દિશા તરફ વણખોદાયેલો રક્ષિત અભયારણ્યનો આ વિસ્તાર મીઠાના મોટા મોટા અગરો બનાવવાની તૈયારીમાં ગતિવિધિઓ તેજ બની છે. આ વિસ્તારમાં મોટાપાયે મીઠા ઉત્પાદન કરવાના હેતુથી ભૂમાફિયાઓ દ્વારા આ વિસ્તારમાં હજારો એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરાયો હોવાની પર્યાવરણપ્રેમી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
પર્યાવરણ પ્રેમી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત છે. પરંતુ હાલ આ રક્ષિત અભયારણ્યમાં મોટી સંખ્યામા હિટાચી, જેસીબીથી નવા અગરોનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રક્ષિત અભયારણ્યમાં આવતો હળવદનો આ વિસ્તાર સરકારની માલિકીનો હોવાથી તેમજ અભ્યારણ્યના વન્ય પ્રાણીઓ માટેનું અંતિમ પડાવ સ્થાન હોઈ ઘુડખર અભ્યારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવોંના ખલેલ રૂપ પ્રવૃતિ અભ્યારણ્યમાં ગેરકાયદેસર થતી પ્રવુતિઓને તાત્કાલિક અસરથી રોકવી અત્યત જરૂરી છે.
પર્યાવરણપ્રેમીએ રજૂઆત કરી છે કે, ગત તારીખ 20/12/2022ના તાજેતરમાં હળવદ રેંજ ઘુડખર અભ્યારણમાં અમોએ તેમજ અમારા સાથી પર્યવરણ પ્રેમી મિત્રો સાથે અમારી આ અભ્યારણની સ્થળ પર રૂબરૂ મુલાકાત દરમિયાન અમોને હળવદ રેન્જ વિસ્તારમાં મંદરકી અને વેણાસર વચે આવેલા ઉત્તર દિશા તરફના રણ વિસ્તારમાં હિટાચી જેવા હેવી મશીનો વડે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા અભ્યારણની જમીનમાં કબ્જો જમાવી વન્ય પ્રાણીઓના આવાસો નસ્ટ કરી રહ્યા હોવાનું અમોને પ્રત્યક્ષ જોવા મળેલું આ વિસ્તારમાં પરંપરાગત રીતે મીઠું પકવતા ટ્રેડીશનલ પદ્ધતિથી વર્ષોથી દસ અગરિયાઓ મીઠું પકવવામાં કાર્યરત છે.
પરતું તેવો આ પ્રકારે હેવી મશીનરીનો ઉપયોગ કરતા નથી. અમોએ જે તારીખ 20/12/2022ના રોજ સ્થળ ઉપર મુલાકાત લીધેલી એ વખતે આવા એવી મશીનરીનો ઉપયોગ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઇન્ડસ્ટ્રીલીસ્ટો અને એમના મળતિયા ઈસમો દ્વારા અભ્યારણની ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી ઘુડખર અભ્યારણનું નિકંદન કાઢી રહ્યા છે.