જય વિરાણી, કેશોદ
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતી સર્જાઈ હતી જેના કારણે ખેડુતોને આર્થીક ફટકો પડ્યો હતો. ત્યારે જુનાગઢમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. બધો જ પાક નિષ્ફળ ગયો હતો.
પાકને નુકસાન મુદે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં પણ વ્હાલાં દવલાંની નીતીના આક્ષેપ કેશોદના ખેડૂતો દ્વારા લગાડવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારો હોય ત્યારે ખેડુત પરીવારે ખુશીની જગ્યા કર્યુ દુ:ખ વ્યક્ત કર્યું. કેશોદના અગતરાય ગામે કપાસ નિષ્ફળ જતાં ખેડુતે ખેતર બકરા ચરવા ખુલ્લું મુંક્યુ છે. 10 વિઘાનો કપાસ નિષ્ફળ જતાં અને કોઈ રાહત ન મળતા ખેડુત પરીવારે આર્થીક પાયમાલ થઈને બકરા ચરાવવા ખેતર આપી દીધેલ છે.
ખેડુતે 50 હજારની મજુરી સહિત કપાસના ઉત્પાદન નિષ્ફળ જતાં 2 લાખની આવક ગુમાવી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. સરકાર રાહત યોજનામાં અગતરાય ગામનો સમાવેશ કરી આર્થીક મદદની માંગણી કરવામાં આવી છે.