નિર્મલ ધીર ટનલ ધરાશાયી થતા યાત્રામાં અવરોધ: પોલીસ સેનાનું ઓપરેશન જારી-ઝડપથી યાત્રા પૂર્વવત થઇ જવાનો તંત્રનો દાવો
હિમાલયના પશ્ચિમમાં ગઢવાલ મા આવેલા યમુનોત્રીતીર્થ સ્થળ ની જાત્રા માં આજે એકાએક વિઘ્ન આવતા ભૂસ્ખલનના કારણે હજારો યાત્રાળુઓ અધવચ્ચે અટવાઇ જતાં સેના અને પોલીસની સંયુક્ત બચાવ-રાહત કામગીરી ના પગલે માર્ગમાં સમારકામ પછી યાત્રા શરૂ કરવા માટે યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, હિમાલયના પશ્ચિમ માં આવેલ યમનોત્રી મંદિર કુદરતી સૌંદર્યનો અભૂતપૂર્વ ખજાનો ધરાવે છે ,ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3291 મીટરની ઊંચાઈએ આવેલા.
આ મંદિરે જવા માટે ઉત્તરાખંડના ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદુન થઈને જવાનું હોય છે અત્યારે યમુનોત્રી યાત્રા ચાલી રહી છે ત્યારેઆજે નિર્મળ ધીરટનલ વિસ્તારમાં એકાએક ટનલ ધરાશયી થઇ જવાના કારણે યાત્રાળુઓનો રસ્તો અવરોધાઇ ગયો હતો ભૂસ્ખલન ના કારણે રસ્તા ઉપર ઠેરઠેર માટી અને શીલા ઓ નો અવરોધ ઉભો થતાં દેશભરના હજારો યાત્રાળુઓને સલામત સ્થળે રોકી દેવામાં આવ્યા છે, ભૂસ્ખલનના કારણે ફસાયેલા યાત્રાળુઓમાં ગુજરાતના8000 શ્રદ્ધાળુઓ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના યાત્રાળુઓમાં સૌથી વધુ 300 યાત્રાળુઓ ભાવનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી ની તમામ વ્યવસ્થા અને રસ્તો સાફ કરવાનું યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે, વિવિધ વિભાગોના સંકલન અને પોલીસ અને સેનાની સંયુક્ત કામગીરીથીથી ફસાયેલા લોકોને સલામત સ્થળે રોકી રાખવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા માટે પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે, યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અને સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુઓની વિગતો અને મિનિટ ટૂ મિનિટ ની પરિસ્થિતિ માટે જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે ઉતરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકાર સાથે યાત્રાળુઓના અપડેશન અને લેટેસ્ટ પરિસ્થિતિની વિગતો માટે સંપર્ક જાળવી રાખ્યો છે સદ્નસીબે આજની આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી વધુ વિગતો મેળવાઇ રહી છે.