હિમાચલ પ્રદેશના શિમલામાં શિવ મંદિર પર ભૂસ્ખલન, 9નાં મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોલનના કંડાઘાટ સબ-ડિવિઝનના જડોન ગામમાં વાદળ ફાટવાની ઘટનામાં સાત લોકોના મોત થયા છે.
રાજ્યમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આ બાજુ શિમલામાં એક મોટી દુર્ઘટના થઈ છે, જ્યાં એક શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું છે અને પૂજા કરવા આવેલા લગભગ 80 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
શિમલા, મંડી, સિરમૌર સહિત અન્ય જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. IMD અનુસાર, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે .