વખતપરના અપરિણીત શખ્સએ સાવકી માતાને પત્ની તરીકે કાગળ પર દર્શાવી ૧૦૦ વારનો પ્લોટ મેપ રૂા ૩૧૦૦૦ નું વળતર મેળવ્યાનું કૌભાંડ બહાર આવ્યું
સાયલાના વખતપર ગામના શખ્સએ સાવકી માતાને પત્ની તરીકે કાગળ પર દર્શાવી જમીન કૌભાંડ આચરી ગામમાં ૧૦૦ વારનો સરકારી પ્લોટનો લાભ મેળવી રૂા ૩૧૦૦૦ નો સરદાર પટેલ આવાસ યોજનાનો હપ્તો મેળવી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તથા સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહીત આઠ શખ્સોની મીલીભગતથી જમીન કૌભાઁડ આચરીયાની ફરીયાદ સાયલા પોલીસમાં જીલ્લા વિકાસ અધિકારીએ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની વિગત મુજબ હાલ સાયલા તાલુકા પંચાયત કવાર્ટરમાં રહેતા પંકજ પુરૂષોતમ શેટ્ટીએ ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે સાયલાના વખતપર ગામના તલાટી કમ મંત્રી નલીનકુમાર જીવણરામ વ્યાસ, પ્રભુ દલુભાઇ સામાણી, રમેશ ભીમજી ખીમાણી, હેમીબેન રમેશભાઇ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ જીજરીયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત સાયલાના રૈયાભાઇ રાઠોડ, પૂર્વ ચેરમેન સામાજીક ન્યાય સમીતી તાલુકા પંચાયત સાયલાના અંબાલાલ સોલંકી, તથા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી વી.આર. ચારેલ સહીત આઠ શખ્સો સામે જમીન કૌભાંડની ફરીયાદ નોંધાઇ છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સાયલાના પ્રમાણે સાયલાના વખતપરનો વતની રમેશ ભીમજી ખીમાણીએ પોતાની સાવકી માતા હેમીબેનને પોતાની પત્ની તરીકે ઓળખ આપી ફોટો પડાવી પ્લોટ મેળવવા ખોટા દસ્તાવેજ પુરાવવા ઉભા કરી વખતપરના તલાટી કમ મંત્રી નલીનકુમાર જીવણરાય વ્યાસ , પ્રભુ દલુભાઇ સભાણીએ ખોટા પુરાવા હોવાનું જાણવા મળતા અભિપ્રાય આપી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ જીંજરીયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત રૈયાભાઇ રાઠોડ, પૂર્વ ચેરમેન સામાજીક ન્યાય સમીતી તાલુકા પંચાયત ના અંબાલાલ સોલંકી, પૂર્વ તાલુકા વિકાસ અધિકારી વી.આર. ચારેય સહીતનાઓએ લેન્ડ કમીટીના સભ્યો હોય અને તેઓ જાણતા હોવા છતાં એનકેન પ્રકારે પ્લોટ મંજુર કરી આપી પ્લોટનો કબ્જો તથા સનંદ આપી વખતપરનો શખ્સ અપરિણીત હોવા છતાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ રૂા ૩૧૦૦૦ ના ત્રણ હપ્તા આપી સરકારી નાણાનો દુરઉપયોગ કરી જમીન કૌભાંડ આચરતા ફરીયાદ નોંધાઇ છે. બનાવના પગલે સાયલા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.