SUV ની દુનિયામાં એક અલગ છબી ઉભી કરનારી લેન્ડ રોવરની SUV ડિસ્કવરી આજકાલ ખૂબ ચર્ચાપ બની છે. તેમજ ભારતમાં આ SUV નું બુકિંગ શરૂ થઇ ગયુ છે અને તે નવેમ્બરમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે.
– તો કેવી હશે SUV ની આ નવી કાર. ચાલો જાણીએ તેની કિંમતો અને ખાસિયતો વિશે.
કિંમત- ભારતમાં આ નવી લેન્ડ રોવર ડિસ્કવરોની એક્સ શો ‚મની કિંમત ૬૮.૦૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ફ્રન્ટ લુક
– કારના ફ્રન્ટ લુકની વાત કરીએ તો તેની સ્લીક સ્વેપ્ટ બેક એલઇડી હેડલાઇટ્સમાં ઇન્ટીગ્રેટેડ એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ એટલે કે ડી આર સેલ આપવામાં આવી છે.
-કારની લંબાઇ ૪૮૨૯ મિમિ
– કારની પહોળાઇ ૨૨૦૦ મિમિ
– કારની ઉચાઇ ૧૮૮૭ મિમિ
– વ્હિલ બેસ ૨૮૮૫ મિમિ
– ફ્રન્ટ એક્સલ ક્લિયરન્સ ૨૦૯ મિમિ
ઇન્ટીરિયર
– ઇન્ટીરિયરની વાત કરીએ તો તેના કેબિન લે આઉટને જૂના મોડલની સરખામણીએ લગભગ સંપુર્ણ બદલવામાં આવ્યો છે.
ઇન્ટીયર કારની થીમ :
– બ્લેક કલર
– બીઝ કલર
– બ્રાઉન કલર
૧૦ ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ :
આ નવી SUV માં ૧૦ ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જે એન્ડ્રોરોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે તેમજ આ કારમાં ૧૪ સ્પીકર મેરીડિયન ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ આપવામાં આવી છે.
બે એન્જિન ઓપ્શન :
ન્યુ જનરેશનની આ કારમાં ડીઝલ અને પેટ્રોલની બંને એન્જિન ઓપ્શન સુવિધા આપે છે.
બંને એન્જિન્સને ૮ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે.
પેટ્રોલ વેરિએન્ટમાં ૩.૦ લિટર સુપર ચાજર્ડ વી ૬ એન્જિન લાગેલુ હશે જે ૩૪૦ પીએસનો મેક્સિમ પાવર અને ૪૫૦ ન્યુટન મી નો મહતમ ટોર્ક જનરેટ કરશે.
– જ્યારે ડિઝલમાં ૩.૦ લિટર ટીડીવી ૬ એન્જિનમાં ૨૫૫ બીએચપીનો મહતમ પાવર અને ૬૦૦ ન્યુટન મી.નો પીક ટોક જનરેટ કરશે.
આ રીતે કરો બુકિંગ- ભારતમાં લેન્ડ રોવરની ૨૫ ડોલર શિપ્સ કે www.find measuv.in વેબ સાઇટ પર ઓનલાઇન જઇને SUVને બુક કરાવી શકાય છે.