જમીન મુકત કરવા માલધારી સેના તથા માલધારી વિકાસ સંગઠન દ્વારા આવેદન
જસદણ પંથકના ઘણા ગામોમાં કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર ભુમાફિયાઓએ કબજો જમાવ્યો હોવા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ લાખો રૂપિયાનો પગાર લઇ ઓફિસોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેતાં તેની સામે માલધારી સેના અને માલધારી વિકાસ સંગઠનએ લાલ આંખ કરી તંત્રને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. બન્નેના આગેવાનો મુન્નાભાઇ સરવૈયા, વિરમભાઇ ગળીયા, અશોકભાઇ રબારી, ગોરાભાઇ હકાભાઇ ભરવાડ, ભરતભાઇ ભરવાડ, હરેશભાઇ રબારી વગેરે આગેવાનોએ તાલુકા સેવા સદનમાં ગૌચરની જમીનમાંથી ભુમાફીયાઓને હટાવવા એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું હતું.