ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી મનન ભટ્ટના ભાવનગર સ્થિત મકાનને ખાલી કરાવવા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. નેવી અધિકારીનો પરિવાર આ સ્થળે છેલ્લા એંશી વર્ષથી રહે છે. હાલ તેમનાં વયોવૃદ્ધ-વિકલાંગ પિતાશ્રી આ સ્થળે વસવાટ કરી રહ્યા છે.
1.૧૦ મે ૨૦૨૨ના રોજ મનન સરની બાજુનું મકાન ભૂમાફિયાઓ એ પાડી નાખ્યું અને તેમ કરતાં નેવી ઓફિસરના મકાનની છતને મોટું નુકસાન પહોંચાડ્યું છે. છાપરેથી અચાનક પડેલ કાટમાળથી તેમનાં પિતાશ્રીનો જીવ માંડ બચ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ અને કાટમાળ ખુલ્લા છાપરેથી સતત નીચે પડી રહ્યા છે. આજુબાજુના મકાનો પાડી તેમના મકાનને ભયજનક સ્થિતિમાં લાવી દેવાયું છે. હવે જો ત્વરિત પોલીસ કાર્યવાહી નહીં થાય તો મનન સરના પરિવાર પર જીવનો ખતરો ઝળુંબી રહ્યો છે.
2.ભૂમાફિયાઓ: દિલીપસિંહ ભરતસિંહરાણા, હરપાલસિંહ વાળા, વિક્રમ સિંહ પરમાર, મહેન્દ્રસિંહ ગોહિલ ઉર્ફે ભઈલુભા, શીતલ (વણકર), દીપિકા, દીપો વણકર, ઉબેરભાઈ તથા પરિવાર, ઉષાબેન વણકર, ગીતાબેન વણકર
3.આ સઘળાં બીમ્સ હોસ્પિટલ, ભાવનગરના સંજીવ રવિના માણસો હોય તેવું કહેવાઈ રહ્યું છે.
4.છેલ્લા દોઢ વર્ષથી ભૂમાફિયા ગેંગ આ બંધ શેરી વિસ્તારમાં અડ્ડો જમાવીને વસી ગઈ છે. બાહુબલીઓ અને દેવીપુજકોની ગેંગ મળીને રહેવાસીઓની બહેન-દીકરીઓની છેડતી, તેમને મર્ડર કરવી નાખવાની ધમકી, એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી, બેફામ ગાળાગાળી આપી રહી છે.
જ્યારે, વળીયાની ચાલના નિર્દોષ મૂળનિવાસીઓ વિરુદ્ધ ભૂમાફિયાઓની ફરિયાદો તુરંત દાખલ કરી નિર્દોષોને જેલ હવાલે કરી દેવામાં આવે છે.
6.લોકશાહીમાં જો આપણા શાંતિપૂર્ણ રહેણાક વિસ્તારમાં અડ્ડો જમાવવાનો અધિકાર લુખ્ખા તત્વોને હોય તો શું પોલીસની ફરજ તેમના વિરુદ્ધ કાર્યવાહી (પ્રોહીબીટીવ ઓર્ડર્સ) કરવાની નથી? શું આ લુખ્ખાઓ અને તેમના આકાઓ એ સ્થાનિક પોલીસને પણ તેમની સાથે ભેળવી લીધી છે?
7.આ ભૂમાફિયાઓના સાથીઓમાંથી એક મહિલા, એક વિડીયોમાં કોઈને કહેતી જણાય છે: “પોલીસ આવી છે પણ અમારી પાસે તો (અહીં રહેવા માટે) કંઈ પુરાવો કે ભાડા ચિઠ્ઠી નથી.” શું ગુંડાઓને રહેણાક વિસ્તારમાં થી કાઢી રહીશોની સુરક્ષા પોલીસની જવાબદારી નથી?
8.કેટલાય રહેવાસીઓ ભૂમાફિયાઓના ભયથી વિસ્તાર ખાલી કરીને જતાં રહ્યા છે. જે બચ્યા છે તેમાં નેવી ઓફિસર મનન ભટ્ટના વયોવૃદ્ધ અને વિકલાંગ પિતા પણ સતત ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે.
9.કાશ્મીરમાંથી થયેલા હિંદુઓના પલાયનની જેમ કથિતરૂપે શાંતિપૂર્ણ એવા નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાંથી દોઢ વર્ષનો ત્રાસ સહન કરી ચુકેલા વળીયાની ચાલના રહેવાસીઓ પલાયન કરવા મજબૂર થઇ રહ્યા છે. તેમાય જે સૈનિક છેલ્લા પચ્ચીસ વર્ષથી દેશની સેવા કરી રહ્યો હોય તેનાં પરિવાર પરનો આ ત્રાસ સમગ્ર દેશને વિચલિત કરી મુકે તેવો છે.
10.નેવી ઓફિસર મનન ભટ્ટના પરિવારનું છેલ્લા ૮૦ વર્ષથી એડ્રેસ: રૂમ નંબર- ૮, વળીયાવાળી ચાલી, ચારણ બોર્ડીંગ પાછળ, અનુપમ બંગલો, જેલ રોડ ભાવનગર – ૩૬૪ ૦૦૧; મોબાઈલ નં: ૭૮૭૪૯૨૭૨૭૧
અત્રે નોંધવું ઘટે કે ગુજરાત રાજ્યમાં દેશની ફરજ પર બોર્ડર પર રહેલા સૈનિકો પર જીવલેણ હુમલાઓ અને તેમની મિલકતો પર હુમલાઓ ખુબ વધી ચુક્યા છે. સૈન્ય મુખ્યાલયે આ બાબતે ફરિયાદોનું સજ્ઞાન લઇ ડીજીપી આશિષ ભાટિયાને લખ્યું છે. જેને લઇ, ગુજરાતના ડીજી અને આઈજી ઓફ પોલીસ (લોઅને ઓર્ડર ડીવીઝન) તરફથી તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જારી થયેલ પત્રાંક એસસીઆર/સિક્યોરીટી/૩૦૦/૨૦૨૨ જેમાં પોલીસને સૈન્ય બળોના સદસ્યોની ફરિયાદોને ‘ટોપ પ્રાયોરીટી’ ઉચ્ચતર પ્રાથમિકતા આપવાનું અને તે બાબતનું એક રજીસ્ટર મેન્ટેન કરી માસિક રીપોર્ટ જમા કરાવવાનો આદેશ છે.