ભાનુભાઇના આત્મ વિલોપનથી રાજ્યમા દલિતો દ્વારા સરખાર વિરોધ્ધી સુત્રોચારો અને સરકાર દલિત વિરોધ્ધી હોવાની છાપ પડી રહી હતી જ્યારે સામાજીક કાયઁક્ર ભાનુભાઇ મકવાણા છેલ્લા ત્રણ વષઁથી પોતાના સમાજને જમીન અપાવવા માટે અહિંસાની લડાઇ લડતા હતા.
પરંતુ આ સરકાર અને અધિકારીઓએ કેટલીક લેખીત રજુવાતો છતા પણ ગરીબ દલિત પરીવારને ઝમીન નહિ મળતા અંતે ભાનુભાઇ મકવાણાને આત્મ વિલોપન કરવાની ફરજ પડી હતી જેમા તેઓનુ મોત પણ નિપજ્યુ હતુ જ્યારે ભાનુભાઇના આત્મવિલોપન બાદ સમગ્ર રાજ્યમા પડેલા પડઘાથી સરકાર સફાળી જાગી હતી જ્યારે ભાનુભાઇ મકવાણાના આત્મ વિલોપન બાદ ગઇકાલે ધ્રાગધ્રા પંથકમા આઠ દલિત પરીવારને તેઓની જમીનના કબ્જા પણ સોપવામા આવ્યા હતા.
જે આઠ દલિત પરીવારમા બે રીટાયઁડ આમીઁના પરીવારજનો પણ હતા ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે આવેલી દલિત પરીવારની જમીન પર ગેરકાયદેસર કબ્જો હટાવી દલિત પરીવારોને જમીનનો કબ્જો સોપાયા બાદ દલિત પરીવાર દ્વારા ભાનુભાઇને યાદ કરી શ્રધ્ધાંજલી પણ અપાઇ હતી. દલિત પરીવારોને જમીનનો કબ્જો આપતા સમયે ધ્રાગધ્રાના ડે.કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારો હાજર રહ્યા હતા જ્યારે સામાજીક કાયઁકરો કે જેમણે દલિત પરીવારોને જમીનનો કબ્જો સોપવામા મદદ કરેલ ચંદ્રેશભાઇ વાણીયા, અમિતભાઇ ચાવડા સહિતનાઓનો પણ આભાર પરીવારજનો દ્વારા વ્યક્ત કરાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com