- કિંમતી મિલકતને વિવાદાસ્પદ બનાવતા લેભાગુ તત્વો સામ તંત્રની લાલ આંખ
- કોર્ટના હુકમ સિવાય 7-12ના ઉતારામાં નોંધ નહી પાડી શકાય
જમીન કૌભાંડ આચરતા લેભાગુ શખ્સો સામે સરકાર દ્વારા તાજેતરમાંજ લાલ આંખ કરી લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલમાં લાવ્યા બાદ જમીનને લગતા કેસ અને વિવાદમાં વધુ એક સુધારો લાવવામાં આવતા મુળ જમીન માલિક માટે આર્શિવાદ સમાન બની રહેશે. સાચા-ખોટા સાટાખત તૈયાર કરી જમીનમાં વિવાદ ઉભા કરવા માટે રેવન્યુ રેકર્ડમાં પોતાના વાંદા વચકા રજુ કરી કિંમતી જમીન-મકાનને વિવાદાસ્પદ મિલકત તરીકે જાહેર કરવાના મલીન ઇરાદા પાર પાડતા અટકાવવા તંત્ર દ્વારા મહત્વનો અને આવકાર્ય કહી શકયા તેવો નિર્ણય લઇ 7-12ના ઉતારામાં તરકારી નોંધ કોર્ટના હુકમ સિવાય ન પાડવા આદેશ કરવામાં આવ્યો છે.
જમીન તથા મકાનોમાં ભાગીદારી તથા વસિયતના વિવાદો વધુ હોય છે. તેમાં દાવાઓ લાંબા સમય સુધી ચાલતા હોય છે.જેના કારણે આવી જગ્યાઓ ઝડપી વેચાણ થતી નથી. એડવોકેટના જણાવ્યા પ્રમાણે સીટી સીવીલ કોર્ટમાં સંખ્યાબંધ કેસો પેન્ડિંગ પડયા છે.
રેવન્યુ અધિકારીના જણાવ્યા પ્રમાણે સંયુકત કુટુંબની માલિકીની જગયાઓ, વારસાઈની જગ્યાઓ તથા જમીન માલિકે બાનાકત કરી હોય તેવી જમીનો, માલિકની જૂની વારસાઈમાં નવા આવેલા સંબંધીઓ વગેરે પ્રકારની જમીનોમાં કેસો સીટી સીવીલ કોર્ટમાં ચાલતા હોય છે અને આવા કેસોનીનોંધ 7/12માં કરી દેવામાં આવતી હોય છે જેના કારણે કોઈ ખરીદનાર મળેનહી અને આવી વિવાદીત જગ્યા જેમ છે તેમ વર્ષો સુધી પડી રહેતા હોય છે. કેટલાક કિસ્સામાં તો દાવાઓનાં કારણે મહેસુલ ન ભરાયું હોય તો સરકાર પણ દાખલ થઈ ગઈ હોય છે તેના અપીલ અલગથી ચાલતી હોય છે.
રાજય સરકારે આવા દાવાઓનાં અભ્યાસ બાદ એક નવો પરિપત્ર તાજેતરમાં કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879માં લીઝ પેન્ડન્સી (જમીન કે મકાનના દાવાઓ)ની નોંધ રેવન્યું રેકર્ડમાં કરવાની જોગવાઈ નથી તેમ છતા લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડ 7/12માં પાડવાની બાબત સરકારના ધ્યાનમાં આવી છે માટે સરકાર દ્વારા હવેથી લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યુ રેકર્ડમાં કરવાની જોગવાઈ નથી માજિયુડિશિયલ કોર્ટના હુકમ સિવાય કોઈ એ રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવાની રહેશે નહિ.
ઉપરોકત નિર્ણયથી હવેથી આવા જમીન કે મકાનના દાવાઓની નોંધ 7/12માં થશે નહી અને કેટલીક જમીન ટાઈટલ કલીયર કરાવ્યા વગર ખરીદશે. તેમને ઘણી કાયદાકીય આંટીઘુટીમાથી પસાર થવું પડશે. સરકારે 7/12ના રેકર્ડમાં નોંધ નહી કરાવવા આદેશ કર્યો છે. જેના કારણે ઘણા જમીન તથા મકાન ખરીદનારાઓ છેતરાશે તેમ નવાઈ નથી.સરકાર તરફથી એવી દલીલ છે કેટાઈટલ કિલયરન્સ માટેનું એક પગથીયું ઘટાડી દીધું છે. સબ રજિસ્ટ્રર કચેરીમાં તેની નોંધ ઓટોમેટિક થઈજશે એટલે દસ્તાવેજ થઈ શકશે નહીં. જમીન અને મકાનના તકરારી દાવાની નોંધ રેવન્યુ રેકર્ડમાં નહી થાય