ટીપી સ્કીમ પ માટે સંપાદિત જમીન પર સ્ટે

ટીપી સ્કીમ માટે જમીન સંપાદન અંગેના કેસમાં હાઇકોર્ટે સ્ટે આપતા મહાપાલિકાના હાથ હેઠા પડયા છે.

જામનગરની ટી.પી. સ્કીમ નં.પાંચ માટે મહાનગરપાલિકા દ્વારા વિભાપરના રે.સર્વેં.૩૮૯ પૈકીના કેટલાક પ્લોટ સંપાદિત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન વિભાપરના શાંતિલાલ કાનાણી, દામજીભાઇ બંચરભાઇ, છગનભાઇ સંઘાણી, રણછોડભાઇ રામજીભાઇ અને મહેન્દ્રભાઇ કેશવજીભાઇ નામના પાંચ આસામીઓએ ધારાશાસ્ત્રી આદિત્ય દાવડા મારફત ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગી છે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, અરજદારો ટી.પી. સ્કીમ હેઠળ સંપાદિત થનારી જમીનના અલગ-અલગ માલિકો છે.જેથી તેમને કાયદામુજબ અલગ-અલગ પ્લોટ ફાળવવાનું ફરજીયાત છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકાએ આ જમીન માલીકોે સર્વે નં.૨૩/ ૧-૨-૩ પૈકીનો એક જ કોમન પ્લોટ ફાળવ્યો છે. જેની સામે અરજદારોએ સંબંધિત કચેરી સમક્ષ રજુઆતો કરી હોવા છતાં કાનૂની ન્યાય મળ્યો નથી. આ દરમ્યાન જામનગર મહાનગરપાલિકા દ્વારા અરજદારોને નોટીસ પાઠવી ટી.પી. સ્કીમ- પાંચ હેઠળ સંપાદિત કરવામાં આવેલી જમીનના પ્લોટ પરનો કબજો ખાલી કરી સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવતાં પાંચ અરજદારોએ હાઇકોર્ટમાં કાનૂી લડત માટે પીટીશન દાખલ કરી મનાઇ હુકમની માંગણી કરી છે.

હાઇકોર્ટ સમક્ષ અરજદારોા ધારાશાસ્ત્રી આદિત્ય ડી. દાવડાએ કરેલી રજુઆતો ધારાશાસ્ત્રી આદિત્ય ડી. દાવડાએ કરેલી રજુઆતો-દલીલો તથા ઉચ્ચ અદાલતોા ચૂકાદાઓનું મુલ્યાંકન કરી હાઇકોર્ટે અરજદારોની ટી.પી. સ્કીમ-પાંચ હેઠળ સંપાદિત કરાયેલી જમીનની યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે સ્ટેટસ કવો ફરમાવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.